ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025 ની ઉજવણી પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ “લોક કલ્યાણ મેળા નું આયોજન ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025 ની ઉજવણીના ભાગરૂપે પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ એક વિશેષ લોક કલ્યાણ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવીને તેમના વ્યવસાયને ફરીથી ધમધમતો કરવાનો હતો.

પી.એમ. સ્વનિધિ યોજના: એક સહાયરૂપ પહેલ સરકાર દ્વારા કોવિડ-19 મહામારીના કપરા સમયમાં શેરી ફેરિયાઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે પી.એમ. સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ફેરિયાઓને લોન આપીને લોકડાઉન દરમિયાન બંધ થયેલા તેમના ધંધા-રોજગાર ફરી શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. ડભોઇ નગરપાલિકાએ આ યોજનાનો અસરકારક અમલ કરીને અત્યાર સુધીમાં 1216 ફેરિયાઓને કુલ રૂ. 3.38 કરોડની માતબર રકમની લોનનો લાભ આપ્યો છે. આ સહાયથી અનેક પરિવારોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ મળી છે.
લોક કલ્યાણ મેળા દ્વારા યોજનાના બીજા તબક્કાની શરૂઆત આ લોક કલ્યાણ મેળા દ્વારા પી.એમ. સ્વનિધિ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. આ મેળામાં ડભોઇના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને ફેરિયાઓને નવી લોન માટે અરજીઓ કરવા માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નગરપાલિકાના કર્મચારીઓએ ફેરિયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી,ડભોઈ નગરપાલિકા પ્રોજેકટ મેનેજર મહેશભાઈ પરમાર, સમાજ સંગઠક પ્રવીણભાઈ બારીયા, તથા નગરપાલિકાના અન્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

