ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વડોદરાના વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ (NDPS) ના ગુનામાં વોન્ટેડ આરોપી નિકેત અજયસિંહ સિંહને અંકલેશ્વર GIDC માંથી ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે, નિકેત સિંહ અંકલેશ્વર GIDC માં આવેલ એપ્પલ પ્લાઝા પાસે હાજર હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 26 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. તેની ધરપકડ અંગે વરણામા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે.

