GANDHINAGAR : ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી, આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક-એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

0
83
meetarticle

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી. નામ બદલીને ભોળી યુવતીઓને ફસાવી લઈ તેને ભગાડી જવાની પ્રવૃત્તિઓ ગુજરાતમાં જરાય ચલાવી નહીં લેવાય. આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે અને તેની સામે કડકમાં કડક પગલા લેશે તેમ જણાવીને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આસામથી આવા એક ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં શોધી લેનાર ગાંધીનગર જિલ્લા પોલીસની સમગ્ર ટીમને આ સમગ્ર ઓપરેશન પાર પાડી ગાંધીનગરની દીકરીને તેના પરિવારને સોંપવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ગાંધીનગર પોલીસે એક સનસનીખેજ ઓપરેશન પાર પાડીને આસામથી આ આરોપીને શોધી પાડી યુવતીને સુરક્ષિત પરત લાવી તેના પરિવારને સોંપી છે. ગાંધીનગર જીલ્લા પોલીસની ટીમોએ એક અઠવાડિયા સુધી આસામના જુદા જુદા જિલ્લાઓમાં આરોપીને શોધ્યો હતો. યુવતીને ભગાડીને વિધર્મી આરોપી આસામ પહોંચી ગયો હતો ત્યાર બાદ ત્યાં જઈને તે મોબાઈલ ફ્લાઇટ મોડ કરીને માત્ર વાઇફાઇથી વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કરતો હોવાથી તેનું લોકેશન ટ્રેસ કરવું ખૂબ અઘરું હતું. તેમ છતાં આસામના જિલ્લાઓ ખૂંદીને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સના સહારે ગાંધીનગર જીલ્લાની એલસીબી અને સેક્ટર ૭ પોલીસની ટીમે તેને શોધી કાઢી યુવતીને પરિવારજનોને પરત કરવાની કાર્યવાહી કરી છે.

બનાવની વિગત એવી છે કે, તાજેતરમાં ગાંધીનગર નજીક આવેલા એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ હતી. યુવતીના પિતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, યુવતીના ઘરની નજીકમાં ભાડેથી રહેતા આસામના એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લલચાવી-ફોસલાવીને આસામ ભગાડી ગયો છે. આ યુવક, જેનું નામ સોઈફ અબ્દુલ મનાફ ઉદીન છે, તે ગાંધીનગરની એક હોટલમાં સફાઈ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.

આ ઘટનામાં ‘લવ જેહાદ’ની શંકા જણાતા યુવતીના પરિવારે ગાંધીનગરના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટીનો સંપર્ક કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ, ડીઆઈજી શ્રી વીરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક દિવ્યપ્રકાશ ગોહિલના સુપરવિઝનમાં LCB-1 અને સેક્ટર-7 પોલીસ સ્ટેશનની ટીમોને આ ઘટનાની બારીક તપાસની સૂચના આપવામાં આવી હતી.

સેક્ટર-7ના પો.સ.ઈ. યુ.એમ. ગઢવી અને તેમની ટીમ, તથા LCB-1ના જે.જે. ગઢવીની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપી અને ગુમ થયેલી યુવતીને ટ્રેક કરવામાં આવ્યા જો કે આરોપી આસામ પહોંચી ગયા બાદ મોબાઈલ ફ્લાઇટ મોડ પર કરી તેનો ઉપયોગ માત્ર વાઇફાઇ કોલિંગ માટે જ કરતો હોવાથી લોકેશન મેળવવું મુશ્કેલ હતું.

આખરે, ગઈકાલે આસામના હોજાઈ જિલ્લાના મુરાજાર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી આ આરોપીને શોધી કાઢવામાં આવ્યો અને યુવતીને સુરક્ષિત રીતે તેની પાસેથી મુક્ત કરી ગાંધીનગર પરત લાવી તેના પરિવારને સોંપી દેવામાં આવી છે.

ગાંધીનગર પોલીસે આ પ્રશંસનીય કામગીરી દ્વારા આ પ્રકારના ગુનાઓને રોકવા અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધતા દર્શાવી છે.

આ કાર્યવાહીમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો નીચે મુજબ છે:

  • ડી.બી. વાળા, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી-1
  • જે.જે. ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી-1
  • બી.બી. ગોયલ, પોલીસ ઇન્સ્પેક્ટર, સેક્ટર-7
  • એમ.એન. દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, સેક્ટર-7
  • યુ.એમ. ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સેક્ટર-7
  • કેતનકુમાર રમણલાલ, એ.એસ.આઈ., એલ.સી.બી-1
  • રાકેશભાઈ મોહનભાઈ, અ.હે.કો., સેક્ટર-7
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here