PORBADAR : ગુજરાત કેશરી બોડી બિલ્ડર સ્પર્ધામાં ઓમકારભાઈ સલેટે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી પોરબંદર નું ગૌરવ વધાર્યું

0
65
meetarticle

પોરબંદર શહેરના યુવા અને પ્રતિભાશાળી બોડી બિલ્ડર ઓમકારભાઈ સેલેટે ગુજરાત કેશરી જેવી પ્રતિષ્ઠિત રાજ્ય સ્તરીય બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં પોતાની કઠોર મહેનત અને અવિરત પ્રયત્નોથી પોરબંદરનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે.

વર્ષ ૨૦૨૪ માં સિનિયર બોડી બિલ્ડીંગ ૫૫ કિ.ગ્રા. કેટેગરીમાં બીજો ક્રમ મેળવ્યા બાદ,
વર્ષ ૨૦૨૫ માં પણ ઓમકાર ભાઈએ ચોથો ક્રમ મેળવીને પોતાની પ્રતિભા ફરી સાબિત કરી છે.
આ સિદ્ધિ પાછળ પોરબંદરનું જાણીતું જીમ “રીલોડ ફિટનેસ”નું મહત્વનું યોગદાન છે.
જીમના ઓનર અને પ્રતિભાશાળી ટ્રેનર હાર્દિક પવારે પોતાનીતાલીમ, માર્ગદર્શન અને પ્રેરણાથી ઓમકાર ભાઈને રાજ્ય સ્તરે આ સ્થાન સુધી પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
હાર્દિક પવારએ જણાવ્યું કે:
“અમારું ધ્યેય માત્ર ખેલાડીઓને તાલીમ આપવાનું નથી, પરંતુ તેમના આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિને વધારવાનું છે. ઓમકારભાઈ ની મહેનત આખા પોરબંદર માટે ગૌરવની બાબત છે.
ઓમકારભાઈ સેલેટની આ સફળતા સાબિત કરે છે કે પોરબંદરના યુવાનોમાં પ્રતિભા, શક્તિ અને ઉમંગની કોઈ કમી નથી.
ગુજરાત કેશરી જેવી મોટી સ્પર્ધામાં સતત બે વર્ષ સુધી સ્થાન મેળવવું માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર પોરબંદર માટે ગૌરવની ક્ષણ છે.
પોરબંદરના નાગરિકો અને ક્રીડા જગતના રસિયાઓ તરફથી ઓમકારભાઈ સેલેટને ભાવિ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે કે તેઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોરબંદરનું નામ તેજસ્વી રીતે ઉજાગર કરે.
સાથે જ રીલોડ ફિટનેસ જીમ અને ટ્રેનર હાર્દિક પવારના યોગદાનને સલામ, કારણ કે સાચું માર્ગદર્શન જ કોઈપણ ખેલાડીની સફળતાનું રહસ્ય છે.
પોરબંદરનું ગૌરવ સમા ઓમકાર ભાઈ સેલેટ, રીલોડ ફિટનેસ જીમ અને હાર્દિક પવારભાઈ – ત્રણેનું નામ પોરબંદરના ક્રીડા ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાશે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here