પોરબંદર પોલીસ પ્રજાની રક્ષા સુરક્ષામાં હમેશા તહેનાશ રહેશે તેમ માનવ સેવાની પ્રવૃતિઓ પણ હંમેશા અગ્રેસર રહેવાની રહેતા હોવાની નવ લોહીયા પોલીસ જવાનોએ રક્તદાન કરી સાબિતી પુરવાર કરી બતાવી છે.
ભારત ના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ દામોદરભાઈ મોદી ના ૭૫ ના જન્મ દિવસ નિમિતે સારાય ભારત સહિત વિશ્વભરમાં અનેક વિઘ કાર્યક્રમો ના આયોજન કરી ઉત્સાહ પૂર્વક જન્મ દિવસની ઉજવણી કરવામાં આવેલ.

ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે મહાન રક્તદાન કેમ્પનું આયોજન કરી જન્મદિવસ ઉજવાયો હતો.
પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબાનાઓની દેખરેખ હેઠળ ભારતના યશસ્વી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદર ભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિત્તે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા તાલીમ કેન્દ્ર પોલીસ હેડક્વાર્ટર પોરબંદર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ રક્તદાન કેમ્પમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા, પોરબંદર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ પોલીસ પરિવાર દ્વારા રક્તદાન કરી જન્મદિવસના ૭૫ વર્ષને અનુરૂપ પોરબંદર ના નવલોહિયા પોલીસ ૭૫ જવાનોએ રકતની બોટલનું રક્તદાન કરવામાં આવેલ.
આ રક્તદાન કેમ્પમાં રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન બોરીસાગર તથા પોલીસ હેડક્વાર્ટર પોલીસ સ્ટાફ રોકાયેલા હતા
રિપોર્ટર : વિરમભાઈ કે આગઠ

