આ એવોર્ડ સમારોહમાં વડોદરાના વિવિધ વિસ્તારોના ગણેશ મંડળો તથા ઘરોમાં સ્થાપિત કરાયેલી ગણેશજીની આકર્ષક મૂર્તિઓમાંથી પસંદગી કરી પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે રહેનાર વિજેતાઓને ટ્રોફી, રોકડ ઇનામ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર, વડોદરા મહાનગરપાલિકા કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ તથા સ્પાર્ક ટુડેના માલિક શ્રી પરેશભાઈ શાહ વિશેષ હાજરીમાં ઉપસ્થિત રહ્યા હતા.પોલીસ કમિશનર અને વીએમસી કમિશનરે આ અનોખી પહેલ બદલ સ્પાર્ક ટુડેની સમગ્ર ટીમની પ્રશંસા કરતા કહ્યું કે આવા કાર્યક્રમો સમાજમાં સર્જનાત્મકતા અને સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.વડોદરા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર અને વીએમસી કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ આ આયોજન બદલ સ્પાર્ક ટુડેની સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી.


