VADODARA : વડોદરામાં વાઘોડિયા રોડ પરના કોમ્પ્લેક્સના શૌચાલયમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર

0
68
meetarticle

વડોદરા શહેરના વાઘોડિયા–ગાજરાવાડી લિંક રોડ પર આવેલ જગન્નાથ કોમ્પ્લેક્સમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કોમ્પ્લેક્સના કોમન શૌચાલયમાંથી તાજુ જન્મેલું મૃત બાળક મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

સ્થળ પર ભેગા થયેલા લોકોએ આ ઘટનાને માનવતા પર કલંક ગણાવી નિષ્ઠુર માતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે પુરાવા એકત્ર કર્યા છે તેમજ કોમ્પ્લેક્સમાં રહેનારાઓ તેમજ આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પોલીસ હવે બાળકને ત્યજી ગયેલી માતાની ઓળખ છતી કરવા તપાસમાં લાગી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here