ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ અનૌપચારિક રીતે કાર્યરત એવી એક એવી સંસ્થા છે કે જેમના દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકો અને સમગ્ર શિક્ષણ આલમને પ્રેરણા અને પ્રોત્સાહન પ્રાપ્ત કરવાનું સુચારું પ્રયોગ થઈ રહ્યો છે તેના ભાગરૂપે દર છ માસે એક પરિસંવાદ એટલે કે સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવે છે.તે આયોજનના ભાગરૂપે તાજેતરમાં તારીખ 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી ખાતે ગુજરાતી સમાજના સહયોગથી આ સંગોષ્ઠિ આજે શુક્રવારના રોજ દિલ્હી ગુજરાતી સમાજના હોલમાં સુશ્રી દિપ્તીબેન જોશીની પ્રાર્થનાથી પ્રારંભ થયો.

આ કાર્યક્રમને ખુલ્લો મુકતા ગુજરાતી સમાજના સેક્રેટરી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી હિતેશભાઈ અંબાણીએ કહ્યું કે ભલે અમે દિલ્હીમાં વસવાટ કરીએ છીએ પરંતુ અમારું મન અને હૃદય એ ગુજરાત સાથે કાયમ જોડાયેલું છે અને આ પ્રકારના કાર્યક્રમથી સમગ્ર ગુજરાતની શિક્ષણ ગુણવત્તા સુધારા માટે ખૂબ ઉત્તમ અને પવિત્ર પથ અંકિત થઈ રહ્યો છે જે સરાહનીય છે.મંચના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે સંસ્થાની કાર્યપદ્ધતિ અને તેના વિસ્તૃત ફલક ઉપર થયેલા પ્રયાસોના કાર્યોની તવારીખ પ્રસ્તુત કરી હતી.ઉદ્ઘાટિત થયેલા મંચના તૃતીય શૈક્ષણિક પ્રકાશન એવા પુસ્તક “ઘટ અને ઘડવૈયા” વિશે સુશ્રી દીપિકા વણકરે પુસ્તકનું વિવેચનાત્મક સંકલન પ્રસ્તુત કર્યું હતું. સાધક અને પ્રયોગશીલ શિક્ષક શ્રી સંજયભાઈ મકવાણા મેરા નામ જોકરનું આબેહૂબ નૃત્ય પ્રસ્તુતિ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મહેમાનોનું સ્વાગત શ્રી શામજીભાઈ દેસાઈએ કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન શ્રી ભગવતદાન ગઢવી (લોક સાહિત્યકાર) કરી રહ્યા છે.આયોજનમા ભગવતદાન ગઢવી, સંપકક સંજયભાઈ પટેલ,ડો.પ્રદિપસિંહ સિંધા, જીતુભાઈ જોશી વગેરે જોડાયેલા છે.સમગ્ર ગુજરાતના 15 જિલ્લાના એવોર્ડ પ્રાપ્ત નવાચારી અને પ્રયોગશીલ શિક્ષકો આ સંગોષ્ઠીમાં ભાગ લઈ રહ્યા છે.

