પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાની શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.જેમાં કુતિયાણા તાલુકાની શાળાઓમાં બાળકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને સ્વચ્છતા રાખવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. સ્વચ્છતા અને આરોગ્યનું મહત્વ, હાથ ધોવાનું મહત્વ, શાળા તેમજ ઘરમાં સ્વચ્છતા, વોશ સુવિધાઓ, હાથ ધોવાની રીતો, દૈનિક સફાઈ વગેરે વિષયોની ચર્ચા સાથે અનેક પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

વિદ્યાર્થીઓને જળ સંરક્ષણ, સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદ કરવું જેવી થીમ પર કાલ્પનિક સૂત્રો, પોસ્ટરો અને પેમ્ફલેટ દ્વારા સ્વચ્છતાનો સંદેશ અપાયો. સાથે સાથે સ્વચ્છતા રેલી, સ્કૂલ સફાઈ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
REPORTER : વિરમભાઈ કે. આગઠ

