વડગામ તાલુકો બોળી બોભણીનુ ખેતર હોય એવા હાલ વડગામ તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતનો વહિવટ થી કંટાળી અરજદારો તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરવા માટે જાય છે .ત્યાં પણ પત્રમ પુષપમ નો વહિવટ ચાલતો હોવાથી તપાસ અધિકારીઓ અરજદારોને ગોળ ગોળ ફેરવતા હોવાના આક્ષેપ અરજદારો દ્વારા કરવામા આવ્યા છે. ત્યારે તાત્કાલિક જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
છેલ્લા કેટલાય સમયથી વડગામા તાલુકાના અરજદારો વડગામ તાલુકાથી અને કથળેલા ગ્રામ પંચાયત ના વહીવટી કંટાળી ગયા છે. અને જઇને રજૂઆત કરે તો કોને કરવી તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે.જેના કારણે અરજદારો ની કફોડી હાલત થવા પામી છે.વડગામ ના અરજદાર દ્વારા વડગામ ગ્રામ પંચાયત દ્વારા ખોટી રીતે લાખો રૂપિયા ની જમીન હડપ કરવા માટે ડેપ્યુટી સરપંચ ના સાસુ ના નામે ઠરાવ કરી મિલ્કત આકારણી રજીસ્ટરે ચડાવી હતી જેની રજુઆત જીલ્લા વિકાસ અધિકારી ને કરવામાં આવી હતી જે વડગામ તાલુકા વિકાસ અધિકારી ને તપાસ સોંપવામાં આવી હતી જેમાં ઠરાવ ખોટી રીતે કર્યો હોય ઠરાવ રદ કરવામાં આવ્યો હતો પરંતુ ખોટો ઠરાવ કરનાર તલાટી અને સરપંચ સામે હજુ તાલુકા પંચાયત દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

અને જેને લઇ તાલુકા પંચાયત ના જવાબદાર અધિકારીઓ આ સરપંચ અને તલાટીને છાવરતા હોવા નુ અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને ટીડીડો દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવા ની જગ્યાએ છાવરતા હોય તેવું અરજદારો નું કહેવું છે. ત્યારે આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા વડગામ તાલુકા વિકાસ અધિકારી ને કાયદા નુ ભાન કરાવવા માટે મુખ્યમંત્રી અને જીલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરવા મા આવસે એવું જણાવ્યું હતું અરજદાર ને જણાવ્યું હતું. વડગામ તાલુકા ના ગામે ગામ ભ્રષ્ટાચાર નો ભોરિંગ આભડયો છે અને ગરીબ પ્રજા દુખી છે તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા વડગામ તાલુકા ના લોકો ની સમસ્યાઓ નુ નિકાલ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્ય વાહી કરવા મા આવે એવી રજૂઆત કરવામાં આવી હતી.
વડગામ તાલુકાના મજાદર ગામની રસ્તા સમસ્યા ની તપાસ માં તપાસ અધિકારીએ ભીનું સંકેલ્યું હોવાના અરજદારના આક્ષેપ,છાપી અને માહી સરપંચ સામેની 57/1 ની ફાઇલ છેલ્લા કેટલાય સમયથી ડીડીઓ જોડે ચાલુ હોવા છતાં હજુ કોઈ નિરાકરણ નહીં આવ્યું,છાપી માં 6 માળના બિલ્ડિંગ બાગે ફિરદૌસ ને શ્રી સરકાર કરવાની તપાસ માં અધિકારીઓ એ ભીનું સંકેલ્યું સહિતની તાલુકાની કેટલીએ તપાસો એક વર્ષ થી તાલુકા ના તપાસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ત્યારે આ બાબતે ડીડીઓ સહિત ઉચ્ચ કક્ષાએ થી યોગ્ય રીતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

