ARICLE : ગુજરાતની વિવિધ શેરીઓ માં ગવાતા જાણીતા શેરી ગરબાની અનોખી રમઝટ

0
72
meetarticle

આજે પણ મોટા શહેરોમાં શેરી ગરબા ગવાય છે. ખાસ કરીને અમદાવાદની પોળ અને શેરીમાં આસો નવરાત્રીમાં ગવાતા શેરી ગરબા શહેરની ઓળખ ગણાય છે. તો પ્રાચીન પરંપરા સાથે આધુનિકતાના સમન્વયથી શેરી ગરબાનો વ્યાપ વધતો જાય છે.
અમદાવાદની પોળોમાં શેરી ગરબાને આધુનિક ખેલૈયાઓએ જીવંત રાખ્યાં છે. શેરી ગરબામાં ખેલૈયા સહચારી રીતે એક વર્તુળ સર્કલમાં ગરબાના સુરે અને ઢોલ-તાળી-વાંસળી અને મંજીરાની સરગમે પગના ઠેકાથી ગરબા ગવાય છે. અમદાવાદની ઢાળની પોળમાં વર્ષોથી થતાં શેરી ગરબા આજે ગરબાના સાચા સ્વરૂપને પ્રગટ કરે છે.

હેરિટેજ સિટી અમદાવાદ તેના લોક તહેવારોના કારણે પણ વૈશ્વિક ઓળખ ઘરાવે છે. અમદાવાદની પોળ અને શેરીમાં આસો નવરાત્રીમાં ગવાતા શેરી ગરબા શહેરની ઓળખ છે. તો પ્રાચીન પરંપરા સાથે આધુનિકતાના સમન્વયથી શેરી ગરબાનો વ્યાપ વધતો જાય છે.
જૂના અમદાવાદ શહેરની પોળ, ચોક અને શેરીઓમાં શેરી ગરબા ગવાય છે.
પોળ કહો તે ખાંચો તેના ચોકમાં પરંપરાગત રીતે આરતી, સ્તુતિ અને ગરબાની ત્રિવેણીથી થતા ગરબામાં ભક્તિનું તત્વ સવિશેષ હોય છે. પોળના વડીલોએ પણ શેરી ગરબાને પ્રોત્સાહન આપી ભક્તિની આ પરંપરાને જીવંત રાખી પોળના ચોકને ચાચરના ચોકમાં રૂપાંતરિત કરે છે.

અમદાવાદની પોળોમાં ઓછી અને સાંકડા જગ્યા હોવા છતાં શેરી ગરબા પરંપરાગત રીતે યોજાય છે. હાલ શેરી ગરબાનું નર્તન સ્વરૂપ પરંપરાગત રહ્યું છે, જેમાં બે તાળી, ત્રણ તાળી, હીંચ કે રાસ ગરબા તરીકે ખેલૈયાઓ રમે છે. પોળ બહારના વિસ્તારોમાં વસવાટ કરવા ગયેલા પોળવાસીઓ પણ નવરાત્રીનો પર્વ તો શેરી ગરબા થકી જ ઉજવે છે.

ગુજરાતમાં ઘણા એવા શેરી ગરબા છે જેનો ઇતિહાસ 100 વર્ષથી પણ જૂનો છે. આવા જ એક શેરી ગરબા જામનગરમાં છે જેને જલાની જારના ગરબા તરીકે ઓળખવામાં આવે છે. આ ગરબા છેલ્લા 329 વર્ષથી યોજાય છે. એટલું જ નહીં આ ગરબા કોઇ વાજીંત્રો વગર માત્ર નોબતના તાલે ગરબા ગાતા ગાતા રમે છે. આ ગરબા બધા સારી રીતે સમજી શકે અને યાદ રહે તે માટે ચાર વખત ગાવામાં આવે છે.
જલાની જારના ગરબામાં કોઇપણ પ્રકારના વાજીંત્રો વગાડવામાં આવતા નથી, માત્રને માત્ર નોબતના તાલે પુરુષો દ્વારા ગરબે રમવામાં આવે છે.

શેરીમાં રહેતા બધા લોકો એકસાથે મળીને ગરબા કરે છે. તેમાં પરિવાર જેવી ભાવનાઓ જોવા મળે છે. આજના ઝડપી જમાનામાં શેરી ગરબા જેવા આયોજનો જ શેરીના લોકોને એક તાંતણે જોડવામાં મદદ કરે છે. શેરી ગરબામાં લોકોમાં સહપરિવાર જેવી ભાવના સાથે માતાજીના ગુણગાન ગાવામાં આવે છે.
આવા જ એક શેરી ગરબા સત્યનગર સોસાયટીમાં યોજવામાં આવે છે. આ શેરી ગરબાના આયોજક પ્રજેશભાઈ શાહે જણાવ્યું હતું કે, અમે 14 વર્ષથી આ જ રીતે ગરબા કરીએ છીએ અને શેરીમાં બધા લોકો ભેગા મળીને માતાજીની આરતી કરીએ છીએ. અમારા પરિવારજનો પણ શેરી ગરબા અંગે ભારે ઉત્સાહિત હોય છે. નવરાત્રી અગાઉ જ શેરી ગરબાના આયોજનમાં લાગી જાય છે.

કેનેડામાં પણ શેરી ગરબા રમાય છે. કેનેડામાં વસતા ગુજરાતીઓએ કેનેડામાં રહીને શેરી ગરબાની રમઝટ માણી હતી. કેનેડાના ટોરોન્ટો – ઇટોબીકોકમાં નવરાત્રિમા ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. કેનેડાના ઈટોબીકોકમાં છેલ્લા 18 વર્ષથી નવરાત્રિ શેરી ગરબાનું આયોજન કરાય છે. જેમાં ગુજરાતીઓ, અન્ય સમાજના લોકો તેમજ કેનેડા (ટોરેન્ટો આસપાસ વિસ્તાર) ના લોકોના સાથ સહકારથી આ ગરબાનુ આયોજન કરાય છે. ગામની શેરીઓમાં ગવાતા દેશી ગરબા કેનેડાના ટોરેન્ટોના ઇટોબીકોકમાં રમાતા જોવા મળ્યા હતા.આજથી અઢાર વર્ષ પહેલાં સૌપ્રથમ વાર ત્રણથી ચાર પાડોશી પરિવાર દ્વારા આ નવરાત્રી શેરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. અત્યારે 2000 થી પણ વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. દૂર દૂરથી 50 કિલોમીટર આસપાસના વિસ્તારમાંથી લોકો અહીં ગરબે રમવા તેમજ જોવા આવે છે.આમ હવે શેરી ગરબા પુન:જીવંત થઈ દેશ વિદેશમાં શેરી ગરબા ધૂમ મચાવી રહ્યાં છે. એ એક સારી નિશાની કહેવાય.આવો આપણે સૌ શેરી ગરબાને આવકારીએ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here