VADODARA : ડભોઇના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ડભોઇ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0
91
meetarticle

ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ડભોઇ દ્વારા પ્રમુખશ્રી એ.એ. માધવાણી ના માર્ગદર્શન હેઠળ થેલેસેમિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્ષ 2006 થી રાજ્યભરમાં ચાલી રહેલા આ થેલેસેમિયા પ્રિવેન્શન કેમ્પેઇન અંતર્ગત વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના CBC/HPLC ટેસ્ટ દ્વારા થેલેસેમિયા નિદાન કરવામાં આવે છે.આ જ અભિયાનની કડીરૂપે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં પણ વિદ્યાર્થીઓને 155 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

થેલેસેમિયા મુક્ત બનાવવાના હેતુસર થેલેસેમિયા કાઉન્સિલિંગ અને ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા અંગે જાગૃતિ વધારવાનો તથા પરીક્ષણ દ્વારા ભવિષ્યને સ્વસ્થ અને નિરામય બનાવવા પ્રયત્ન કરવામાં આવશે.નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને આ કેમ્પમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી છે જેથી સમાજમાં “થેલેસેમિયા મુક્ત ગુજરાતનું સપનું સાકાર થઈ શકે તેમ જણાવ્યું હતું.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here