અંકલેશ્વર રૂરલ પોલીસે જીતાલી ગામથી ઘરેથી કોઈને કહ્યા વગર જતાં રહેલાં એક મહિલા અને તેમના ત્રણ બાળકોને શોધી કાઢ્યા છે.

પોલીસને ગુમ થયાની જાણ થતાં જ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નૈનાબેન સંજયભાઈ વસાવા તેમના બાળકો સંજના, સંધ્યા અને સંદીપ સાથે જામનગર જિલ્લાના મોરકંડા ગામે હતાં.
અંકલેશ્વર પોલીસની ટીમે તાત્કાલિક જામનગર જઈને ગુમ થયેલી માતા અને બાળકોને શોધી કાઢ્યા અને તેમને અરજદારને સોંપ્યા હતા.

