BHAVNAGAR : શહેરનુ બોરતળાવ છલકાયુ, ભીકડા કેનાલમાંથી પાણીની આવક યથાવત

0
52
meetarticle

વરસાદના પગલે ભાવનગર શહેરના ગૌરીશંકર તળાવ (બોરતળાવ) આજે સોમવારે પાણીની આવક થઈ હતી, જેના પગલે વહેલી સવારે બોરતળાવ છલકાય ગયુ હતુ તેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. 

ભાવનગર શહેરમાં આવેલ ગૌરીશંકર તળાવ (બોરતળાવ) માં ઉપરવાસમાંથી ઘણા દિવસથી પાણીની સારી આવક શરૂ હતી પરંતુ ત્યારબાદ વરસાદ ન પડવાના કારણે પાણીની આવક ધીમી પડી ગઈ હતી, જેના પગલે બોરતળાવ છલકાવામાં વાર લાગી હતી. ગઈકાલે રવિવારે બોરતળાવ બે ઇંચ ખાલી હતુ પરંતુ રવિવારે મોડીરાત્રીના ભાવનગર શહેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે બોરતળાવમાં પાણીની આવક થઈ હતી અને આજે સોમવારે વહેલી સવારે ૪ કલાકના સમય આસપાસ બોરતળાવ છલકાય ગયુ હતુ તેથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હાલ બોરતળાવમાં ધીમી ધારે પાણીની આવક યથાવત છે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે માહિતી આપતા જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમ અને બોરતળાવ ભરાય જતા લોકોને એક વર્ષ સુધી પાણીની મૂશ્કેલી રહેશે નહી તેમ જાણવા મળેલ છે. છેલ્લા સાત વર્ષમાં બોરતળાવ પાંચ વાર છલકાયુ છે. ગત વર્ષ-ર૦રર અને ગત વર્ષ-ર૦ર૪ માં બોરતળાવ છલકાયુ ન હતું. બોરતળાવ છલકાતા લોકો ઉમટી પડયા હતા તેમજ કોંગ્રેસ, ભાજપ આગેવાનોએ નવા નીરના વધામણા કર્યા હતાં. 

બોરતળાવમાંથી વધુ 10 એમએલડી પાણી લેવાનુ શરૂ 

ભાવનગર શહેરના બોરતળાવમાંથી મહાપાલિકા દ્વારા અગાઉ ર૦ એમએલડી પાણી લેવામાં આવતુ હતુ અને ત્યારબાદ વધુ ર૦ એમએલડી પાણી લેવામાં આવતુ હતું. હવે બોરતળાવ છલકાય જતા વધુ ૧૦ એમએલડી પાણી મહાપાલિકાએ લેવાનુ શરૂ કર્યુ છે. 

ખોડીયાર તળાવની સપાટી 27.10 ફૂટે પહોંચી 

ભાવનગર જિલ્લાના રાજપરા ખોડીયાર તળાવ વિસ્તારમાં પણ વરસાદ નથી પરંતુ પાણીની ધીમી આવક શરૂ છે, જેના પગલે તળાવની સપાટીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. રાજપરા ખોડીયાર તળાવની કુલ સપાટી ૩૦.૦૬ ફૂટ છે અને હાલ ર૭.૧૦ ફૂટ સપાટી પહોંચી છે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ જણાવેલ છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here