TOP NEWS : ઇન્દોરમાં દર્દનાક ઘટના: બહુમાળી ઇમારત ધરાશાયી થતાં 2 ના મોત, 12 નું રેસ્ક્યુ

0
74
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ઇન્દોરમાં સોમવારે રાત્રે એક બહુમાળી ઇમારત ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો હતો. આ દર્દનાક દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે. 12 લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઇન્દોરમાં જવાહર માર્ગ પર પ્રેમસુખ ટોકીઝની પાછળ એક મકાન ધરાશાયી થયું છે. કહેવાય છે કે આ 3 માળની ઇમારતમાં 4 પરિવારો રહેતા હતા. અકસ્માત બાદ તરત જ બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટના સમયે મકાનમાં હાજર 14 લોકોમાંથી 12 લોકોને બચાવી લેવાયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.

કલેક્ટર શિવમ વર્માએ જણાવ્યું કે આ મકાનમાં 14 લોકો હતા, જેમાંથી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, તેમાંથી એકને પગમાં ગંભીર ઈજા થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે. આ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવશે.

આ મકાન લગભગ 10-15 વર્ષ જૂનું છે. કહેવાય છે કે વરસાદને કારણે બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ હતી. રવિવારે આ ઇમારત નમી ગઈ હતી, સોમવારે રાત્રે તે ધરાશાયી રાત્રે થઈ ગઈ હતી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here