અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે ગડખોલ ગામથી ગુમ થયેલી એક મહિલા અને તેની બે બાળકીઓને હિમાચલ પ્રદેશના સોલાન જિલ્લામાંથી શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ મહિલા 7 ડિસેમ્બર, 2024ના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વગર જતી રહી હતી.

પોલીસે શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ આઈડી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે કાજલદેવી મિન્ટુકુમાર અર્જુનસિંહ તેમની બે પુત્રીઓ પ્રિયાકુમારી (ઉંમર 7) અને પરીધી (ઉંમર 4) સાથે હિમાચલ પ્રદેશમાં છે.
અંકલેશ્વર પોલીસે તાત્કાલિક એક ટીમ હિમાચલ પ્રદેશ મોકલી અને ત્રણેયને શોધી કાઢ્યા હતા.

