ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે દારૂના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઇમરાન મોહંમદ ઇસ્માઇલ પટેલને ઝડપી પાડ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઇમરાન પટેલ દહેજ બાયપાસ રોડ પર મનુબર ચોકડી પાસે ઊભો છે. આ બાતમીના આધારે, SOGની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને પકડી પાડ્યો.

ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં ₹3,33,600નો મુદ્દામાલ સામેલ હતો. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.

