AHMEDABAD : પતિએ પેટ્રોલ છાંટી સગળાવતાં પત્નીનું મોત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા સાસું

0
60
meetarticle

કુબેરનગરમાં ગૃહકલેશના કારણે પતિએ પેટ્રોલ છાંટીને પત્ની અને સાસુંને જીવતા સળગાવ્યા હતા. જેમાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતું જ્યારે સાસું જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. પતિ ડોલમાં પેટ્રોલ લઇને આવીને આગ લગાડતાં બ્યુટી પાર્લરમાં ખુરસી સહિતનો સામાન બળતાં આગના ગોટે ગાટે વચ્ચે બુમાબુમ થઇ હતી જો કે આરોપી પણ દાઝી જતાં તે પણ સારવાર હેઠળ છે. સરદારનગર પોલીસે હત્યા અને હત્યાની કોશિષની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટ્રોલ છાંટી આગ લગાડતાં બ્યુટી પાર્લર સળગ્યું ધૂમાડા વચ્ચે બુમાબુમ ઃ ડોલમાં પેટ્રોલ લઇ આવતો આરોપી કેમેરામાં કેદ

કુબેરનગરમાં યુવકે સરદારનગર પોલીસ સ્ટેશનમાં કુબેરનગરમાં રહેતા અશોકભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની બહેનને આઠ મહિનાના પહેલા આરોપી સાથે પ્રેમસંબંધ થયો હતો અને ૨૩-૦૪-૨૫ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ તકરાર થતાં મહિના સુધી તેમના ઘરે રહ્યા હતા પંદર દિવસ પહેલા સમાધાન થતાં સાસરીમાં રહેવા ગયા હતા.

બીજીતરફ સપ્તાહ પહેલા ફરીથી તકરાર થતાં પિયરમાં રહેવા આવી ગયા હતા ત્યારબાદ કુબેરનગરમાં માસીના ત્યાં બ્યુટી પાર્લરમાં કામ કરવા જતા હતા. ગૃહકલશની તકરારને લઇને આરોપી ગઇકાલે સાંજે ડોલમાં પેટ્રોલ લઇને બ્યુટી પાર્લરમાં ગયો હતો અને ફરિયાદી યુવકની બહેન અને તેની માતા ઉપર પેટ્રોલ છાંટીને સળગાવીને ભાગી ગયો હતો. આ બનાવ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ,એમ.ડી.ચંપાવતાના જણાવ્યા મુજબ શરીરે સખત રીતે દાઝી જતાં માતા અને પુત્રીને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ફરિયાદીની બહેનનું મોત થયું હતું જ્યારે માતા બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. બીજીતરફ આરોપી પણ શરીરે દાઝી ગયો હોવાથી તે પણ સારવાર હેઠળ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here