SURENDRANAGAR : થાનના આંબેડકરનગર-૩ માં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ અને દેશી દારૃ સાથે એક શખ્સ ઝડપાયો

0
63
meetarticle

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે આંબેડકરનગર-૩ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૃનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાની હકીકતના આધારે રેઈડ કરી હતી

જેમાં રહેણાંક મકાનમાંથી રામજીભાઈ મુળજીભાઈ ચાવડાને ૧૫૧૫ લીટર દેશી દારૃ કિંમત રૃા.૩,૦૦૦ તેમજ ઈંગ્લીશ દારૃની નાની-મોટી બોટલ અને બીયર ટીન નંગ-૨૦૭ કિંમત રૃા.૭૦,૧૦૦ સહિત કુલ રૃા.૭૩,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને થાન પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here