રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૦ના બુથ નં. ૭૩, ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિના સંયુક્ત ઉપક્રમે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય પ્રચારક અને જનસંઘના અગ્રણી નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના કાર્યો અને જીવનને યાદ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વોર્ડના નગરસેવક અને ટાઉન પ્લાનિંગના ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોર્ડ પ્રભારી રઘુભાઈ ધોળકીયા, જાથાના ચેરમેન જયંત પંડ્યા સહિત વોર્ડના હોદ્દેદારો અને રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન વિશે માહિતી આપી, અને તેમના એકાત્મ માનવવાદના સિદ્ધાંત તેમજ વિકેન્દ્રિત અને સ્વાવલંબી આર્થિક નીતિના વિચારો પર ભાર મૂક્યો હતો. બુથના મુખ્ય કાર્યકરોએ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.

