GANDHINAGAR : ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત: ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ

0
80
meetarticle

ગાંધીનગર જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીનો દોર અવિરત ચાલુ રહ્યો છે. આ કાર્યવાહીના ભાગરૃપે, છેલ્લા એક અઠવાડિયામાં ૧૯ વાહના જપ્ત કરવામાં આવ્યા છે જેમાંથી ૬ વાહનો રોયલ્ટી પાસ વગરના અને ૧૩ વાહનો ઓવરલોડ ખનિજનું વહન કરતા હતા. આ જપ્તીથી આશરે ૬.૩૦ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ, ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય તપાસ ટીમે રજાના દિવસો સહિત દિવસ-રાત ખનિજ ચોરીની ગેરરીતિને અટકાવવા માટે સઘન કામગીરી હાથ ધરી છે. આ કામગીરી અંતર્ગત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખનિજના બિન-અધિકૃત વહનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સાદરિતી, સાદીમાટી, મેન્યુફેક્ચરિંગ સેન્ડ અને બ્લેકટ્રેપ જેવા ખનિજોનું ગેરકાયદેસર વહન કરતા વાહનો ઝડપાયા હતા. ગાંધીનગર જિલ્લામાં ભૂસ્તર વિજ્ઞાાન અને ખનિજ ખાતાની ટીમે છેલ્લા એક સપ્તાહમાં કરેલી કાર્યવાહીમાં કુલ ૧૯ વાહનો જપ્ત કર્યા છે. આ વાહનોમાં સાદરિતી, સાદીમાટી, મેન્યુ. સેન્ડ અને બ્લેકટ્રેપ ખનિજોનું વહન થતું હતું. આ વાહનોને ગાંધીનગર, કલોલ રોડ, સમર્થ રોડ, પિપળજ, રાંધેજા, જાસપુર રોડ, નાનો ચિલોડા, મગોડી અને શિહોલી જેવા વિસ્તારોમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનોના માલિકો પાસેથી ગુજરાત મિનરલ નિયમો-૨૦૧૭ હેઠળ કુલ ૨૭.૩૬ લાખ રૃપિયાની દંડકીય રકમ પણ વસૂલ કરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here