ગીરસોમનાથ જીલ્લામા જીલ્લા ક્ષય કેન્દ્ર કાયઁરત છે .જેમા જુદી જુદી કમીટીઓની રચનાઓ થયેલ છે અને સમયાંતરે કમિટીની મહત્વની મિટીંગ યોજાઈ છે .

જેમા ગીરસોમનાથ જીલ્લા ટીબી ફોરમ કમીટીની રચના કરવામા આવેલ છે .જેમા ચેરમેન તરીકે ગીરસોમનાથ જીલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, કો.ચેરમેન તરીકે જીલ્લા વિકાસ અધિકારી ,સભ્યોમા જીલ્લા પંચાયત ના પ્રમુખ, જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ,જીલ્લા ક્ષય અધીકારી ,જીલ્લા આર. સી.એચ.અધિકારી ,ટીબીના પ્રતીનીધી, સિવીલ હોસ્પિટલ વેરાવળના પલ્મોનોજીસ્ટ, ગીર સોમનાથ જીલ્લાના ઇન્ડિયન મેડિકલ એશોશીએશન ના પ્રમુખ, જીલ્લાના મુખ્ય પત્રકાર એવા જીલ્લા પત્રકાર સંઘ ના પ્રમુખ મિતેષ પરમારની આ મહત્વની કમીટીમા નિમણૂક કરવામા આવી છે .આ કમીટીની પ્રથમ મિટીંગ આગામી 30 સપ્ટેમ્બર ના ઇણાજ કચેરીએ જીલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય ના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે . મિતેષભાઇ પરમારની સફળતામા ફરી એક પીછુ ઉમેરાયુ છે કમિટીમા નિમણૂક થતા તેમના 9824498471 મોબાઇલ પર અભીનંદનની વષાઁ થઈ રહી છે …

