ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ મોટી સફળતા મેળવી છે. પોલીસે CEIR પોર્ટલની મદદથી ₹4,55,523/- ની કિંમતના કુલ 25 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે.
આ સાથે, ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ ટીમે વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ₹9,59,523/- ની કિંમતના કુલ 59 મોબાઇલ ફોન શોધીને માલિકોને પરત કર્યા છે.

