GUJARAT : પોરબંદરની એચ.એમ.પી. કંપનીના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને પેન્શનની ઉચાપત કરનાર ને એલ.સી.બી.એ પશ્ચિમ બંગાળ ના ઈસમને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો

0
39
meetarticle

પોરબંદરની એચ.એમ.પી. સિમેન્ટ ફેક્ટરી ના કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ અને ફેમિલી પેન્શનના ૬ લાખ ૫૦ હજાર ૭૦ રૂપિયાની કપાત કરી કાયદા પરમાણે બેન્ક એકાઉન્ટમાં જમા નહીં કરાવવાના ગુનામાં ૧૯૯૭ ની સાલમાં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયા બાદ ફરાર આરોપી ને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી પકડી પાડયો છે.

કમલાબાગ પો.સ્ટે. ના રજીસ્ટર નંબર ફસ્ટ ૨૨૫/૧૯૯૭ આઈ પી સી ક ૪૦૬, ૩૪ મુજબનો કલકત્તા પશ્ચિમ બંગાળના ડાયરેક્ટર વિનોદકુમાર ઓન કારમલ હીરાલાલજી કલાની સામે પોરબંદર એચ.એમ.પી. સિમેન્ટ વર્કસના કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ તથા ફેમીલી પેન્સનના રૂ. ૬,૫૦,૦૭૦ ની કપાત કરી કાયદા મુજબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના પ્રોવિડનટ ફંડ એકાઉન્ટમાં જમા નહીં કરાવી હોવાનો ગુનો રજી. થયેલ હતો.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સૂચના અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર
આર.કે કાંબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી સ્ટાફના એ.એસ. આઈ. રાજેન્દ્રભાઈ જોષી તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયાને ટેકનીકલ રાહે હકીકત મળેલ કે, ઉપરોકત ગુનાનો છેલ્લા ૨૮ વર્ષ થી ગેઝેટ પ્રસિધ્ધ નાસતો ફરતો તથા કોર્ટના સી આર પી સી ક. ૭૦ તથા ૮૨ મુજબના વોરંટના નામે નાસતા ફરતા આરોપી વી.કે.કલાની એચ. એમ.પી.ફેક્ટરી રહે એ. ૧૦/૫ કાલિન્દી હાઉંસીંગ એસ્ટેટ કાલે ટાઉન કલકત્તા વાળો હાલ અમદાવાદ ખાતે રહેતો હોવાની હકીકત મળેલ હોય. જેથી ઉપરોકત હકીકત આધારે પોલીસ અધિક્ષકના હુકમ થી એ.એસ. આઈ. બટુકભાઈ વિઝુડા તથા હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર તથા કોન્સ્ટેબલ નટવર ભાઈ ઓડેદરાને અમદાવાદ ખાતે
ઉપરોક્ત આરોપીની તપાસમાં મોકલતા આરોપી હકીકતવાળી જગ્યાએ અદાવાદ બ્લોક નં. ૧ ફલેટ નં. ૪૦૪ ઇન્દ્રપ્રસ્થ ટાવર, ડાઈન ઇન રોડ, ડાઇવ ઇન સિનેમા પાસે તેના ફલેટમાંથી મળી આવતા આરોપી વિનોદકુમાર ઓનકારમલ હીરાલાલ કલાની ઉ.વ.૭૫ રહે. હાલ અમદાવાદ બ્લોક નં. ૧, ફ્લેટ નં. ૪૦૪ ઇન્દ્રપ્રસ્થ ટાવર, ડાઈન ઈન રોડ ડાઈવ સીનેમા પાસે અમદાવાદ, મુળ એ ૧૦/એસ. બ્લોક ડમડમ (એમ), લેકિન ટાઉન, નોર્થ ૨૪ પરગનાસ કલકતા પશ્વીમ બંગાળ વાળાને ઉપરોકત ગુન્હાના કામે વધુ પુછપરછ અર્થે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે કમલાબાગ પો.સ્ટે. સોંપી આપવામાં આવેલ છે.

પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે મૂળ કલકત્તા તથા હાલ અમદાવાદ રહેતા એચ.એમ.પી સિમેન્ટ વર્કસ કંપનીના ડાયરેક્ટર વિનોદકુમાર કલાની ને પકડી પાડયો છે ત્યારે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા એવું જાણવા મળ્યું છે કે આ ઈસમ સામે ૧૯૯૭ ની સાલમાં એકી સાથે કર્ણાટકના કાલાબૂર્ગી જિલ્લાના શાહબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના ર. નં. ૧૩૨/૧૯૯૭ થી ૧૮૧/૧૯૯૭ આઈપી સી ક ૪૦૬ મુજબ એક જ વર્ષમાં ૪૨ ગુના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડની રકમ ઓળવી ગયાના ગુન્હા નોંધાયા હોવાનું જણાયું હતું.

આ કામગીરીમાં પો.ઈન્સ. આર.કે.કાંબરીયા તથા એ.એસ.આઈ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઈ વરૂ તથા હેા કોન્સ્ટેબલ સલીમ ભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઈ મક્કા, ફુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા કોન્સ્ટેબલ જગમાલ ભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા.


રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here