GUJARAT : તારાપુર પાલિકાના 6 વોર્ડમાં 16 અનામત અને 8 સામાન્ય બેઠક

0
43
meetarticle

 આણંદ જિલ્લાના તારાપુરને નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તારાપુરનું સીમાંકન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ૬ વોર્ડમાં ૨૪ બેઠકો ફાળવાઈ છે.  આણંદ જિલ્લામાં સૌથી મોટી ગણાતી તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવા માટે ડિસેમ્બર-૨૦૨૪માં આણંદ જિલ્લા પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. ઠરાવ રાજ્ય સરકારને મોકલાતા તા. ૩૧મી મે ૨૦૨૫ના રોજ ગેજેટ બહાર પાડીને તારાપુરને ‘ક’ વર્ગની નગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો.



તારાપુર ગ્રામ પંચાયતમાં અગાઉ ૧૯ વોર્ડ હતા. ત્યારે પાલિકાના નવા સીમકન મુજબ કુલ છ વોર્ડની રચના કરાઈ છે. જ્યારે નગરસેવકોની સંખ્યા ૨૪  રાખવામાં આવી છે. ૨૦૧૧ની ગણતરી પ્રમાણે તારાપુર પાલિકાની કુલ ૧૭,૯૯૪ વસ્તી જાહેર કરાઈ છે. ત્યારે વોર્ડ દીઠ સરેરાશ ૨,૯૯૯ વસ્તી ગણાઈ છે. 

તારાપુર પાલિકામાં ૧૨ બેઠકો મહિલા માટે અનામત, એસસી-એસટીની ૧, પછાત વર્ગની ૬ અને સામાન્ય વર્ગની ૮ બેઠકો જાહેર કરાઈ છે. 

કરમસદ આણંદ મહાનગરપાલિકાના સીમાંકન બાદ હવે તારાપુર નગરપાલિકાનું સીમાંકન જાહેર કરી દેવાયું છે. ત્યારે આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાની ચૂંટણીઓ યોજવા સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે દિવાળી પછી તમામ નગરપાલિકાની ચૂંટણીઓ સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. 

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવા જાહેર કરાયેલા સીમાંકન સંદર્ભે કોઈ નાગરિકોને વાંધા સૂચન અથવા અન્ય કોઈ બાબતે વાંધો હોય તો નવા સીમાંકન પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં લેખિતમાં રાજ્ય ચૂંટણી પંચને જણાવવાનું રહેશે. વાંધા અરજીઓ બાદ આખરી સીમાંકન જાહેર કરવામાં આવશે. ત્યારબાદ મતદારયાદી સંદર્ભે કામગીરી શરૂ થશે.

વોર્ડદીઠ અનુ. જાતિની વસ્તી અને ટકાવારી

વોર્ડ નં.વોર્ડનીઅનુ જાતિની વસ્તી સામે 
 વસ્તીવસ્તીટકાવારી
૩૧૧૮૪૨૦૧૩.૪૭%
૩૨૯૩૨૭૫૮.૩૫%
૩૧૯૪૧૧૮૩.૬૯%
૩૦૬૭૧૦૩૩.૩૫%
૨૮૦૯૦૦૦૦
૨૫૧૩૦૦૦૦
કુલ૧૭૯૯૪૯૧૬ 

વોર્ડ દીઠ પછાતવર્ગની વસ્તી અને ટકાવારી

વોર્ડ નં.વોર્ડની પછાતવર્ગની વસ્તી સામે 
 વસ્તીવસ્તીટકાવારી
૨૮૦૯૧૯૯૬૭૧.૦૫%
૩૧૧૮૧૮૪૨૫૯.૦૭%
૩૧૯૪૧૬૫૬૫૧.૮૪%
૩૨૯૩૧૪૨૧૪૩.૧૫%
૨૫૧૩૧૦૪૬૪૧.૬૨%
૩૦૬૭૧૨૭૨૪૧.૪૭%
કુલ૧૭૯૯૪૯૨૩૩ 

તારાપુર નગરપાલિકા વોર્ડ રચનાનું સીમાંકન

વોર્ડવોર્ડપ્રથમ સ્ત્રીબીજી સ્ત્રીત્રીજી સ્ત્રીચોથી
નંબરવસ્તીઅનામતઅનામતબીન અનામતઅનામત કે 
     બિન અનામત
૨૮૦૯સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
૩૦૬૭પછાતવર્ગસામાન્યસામાન્યસામાન્ય
૩૨૯૩પછાતવર્ગસામાન્યસામાન્યસામાન્ય
૨૫૧૩સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
૩૧૧૮પછાતવર્ગસામાન્યઅનુ. જાતિસામાન્ય
૩૧૯૪સામાન્યસામાન્યપછાતવર્ગસામાન્ય
કુલ17994   
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here