WORLD : ‘ટ્રમ્પની ટેરિફ ધમકી સહન નહીં કરીએ’, BRICS દેશોએ અમેરિકન ટેક્સનો કર્યો વિરોધ

0
53
meetarticle

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ સામે IBSA (ભારત, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા) અને BRICS દેશોએ કડક વાંધો ઉઠાવ્યો છે. ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સહિત ઘણા દેશોએ આ ટેરિફ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એકતરફી રીતે આ શુલ્ક લગાવવાનો વિરોધ કર્યો અને ભારપૂર્વક કહ્યું કે આ પ્રકારના પગલાંનો ઉપયોગ દબાણ લાવવાના હથકંડા તરીકે થવો ન જોઈએ. આ દેશોએ સ્પષ્ટ જણાવ્યું કે તેઓ ટેરિફની ધમકી સહન નહીં કરે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ની માર્ગદર્શિકા મુજબ, ભારતના વિદેશ મંત્રી જયશંકરે IBSA અને BRICS દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો.

ટ્રમ્પનો બીજો કાર્યકાળ: 180 દેશો પર ટેરિફ

ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા 2017થી 2021 સુધીના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ લગાવ્યો હતો. ત્યારબાદ બીજીવાર એપ્રિલ 2025માં, તેમણે વિશ્વભરના 180 દેશોની નિકાસ પર 10થી 50 ટકા ટેરિફ લગાવીને વૈશ્વિક વ્યાપાર યુદ્ધ શરુ દીધું છે. ટ્રમ્પે ભારત પર, રશિયા સાથેના તેલ વ્યાપારની પૅનલ્ટી તરીકે વધારાના 25 ટકા ટેરિફની સાથે કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. 

ટ્રમ્પે ટેરિફ લગાવવા પાછળનું કારણ જણાવ્યું

ટેરિફ લગાવવા પાછળનું કારણ જણાવતા ટ્રમ્પે કહ્યું કે, હું અમેરિકાની વ્યાપાર ખાધ ઓછી કરવા અને અમેરિકાના ઉદ્યોગોને બચાવવા માંગું છું. મેં અમેરિકામાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે, ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ હેઠળ આ ટેરિફ લગાવ્યો છે.

ટ્રમ્પ આ વસ્તુઓ પર લગાવી ચૂક્યા છે ટેરિફ

ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા અને વધારે સપ્લાયનું કારણ આપતા સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસ પર 25થી 50 ટકા ટેરિફ લગાવ્યો છે. યુરોપીયન અને ભારતના ઊંચા ટેરિફનો જવાબ આપતા ઓટોમોબાઇલ ઉદ્યોગની નિકાસ પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. તો વિદેશી ઉત્પાદનોથી સુરક્ષાનું કારણ આપીને કૃષિ ઉત્પાદનો પર ટેરિફ લગાવ્યો. અમેરિકામાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ફર્નિચરની નિકાસ પર 30 ટકા ટેરિફ લગાવ્યો. કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. તેલની આયાત રોકવા માટે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદતા દેશોની નિકાસ પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. ચલણમાં હેરાફેરી રોકવા માટે બ્રાઝિલ અને આર્જેન્ટિનાથી આવતા મેટલ ઉત્પાદનો પર ટેરિફ લગાવ્યો છે. ફાર્મા ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લગાવ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here