MAHISAGAR : લુણાવાડા વન વિભાગ દ્વારા સેમારાના મુવાડા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ

0
45
meetarticle

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામ ખાતે આજ રોજ લુણાવાડા વન વિભાગ દ્વારા એક પેડ માં કે નામ સેવા પર્વ ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


વન વિભાગના એસીએફ સાહેબ, આર.એફ.ઓ સાહેબ તેમજ વન વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. સાથે સાથે પરીમલ હાઉસકૂલ રામપુર પાદેડી શાળા, નાના વડદલા અને મોટા વડદલા પ્રાથમિક શાળાના આચાર્ય, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા હતા.

શાળાના બાળકો, ગ્રામજનો અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ જાતનાં વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને કારણે ગામમાં હરિયાળીનું સંવર્ધન થશે અને પર્યાવરણ જાગૃતિમાં વધારો થશે.

REPOTER : કાનજી ધામોત મહિસાગર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here