GUJARAT : ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ₹1.35 કરોડ સાયબર ફ્રોડનો ભોગ બનનાર 95 અરજદારોને પરત અપાવ્યા

0
50
meetarticle

ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને મોટી રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે. પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને 95 અરજદારોના ફ્રોડમાં ગયેલા ₹1,35,25,673/- (એક કરોડ પાંત્રીસ લાખ પચ્ચીસ હજાર છસો-સિત્તેર રૂપિયા) પરત અપાવ્યા છે.


સાયબર ક્રાઇમ પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને અરજીઓ તૈયાર કરી કોર્ટમાં સબમિટ કરી હતી, જેના પગલે ભરૂચ ચીફ કોર્ટ દ્વારા આ નાણાં રિફંડ કરવાનો આદેશ થયો હતો. ફ્રોડમાં ગયેલી કુલ ₹1,51,69,839/-ની રકમ બેંકોમાં ફ્રીઝ કરવામાં આવી હતી. આ પૈકી 95 અરજદારોને ₹1.35 કરોડ પરત અપાવવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી ગતરોજ 50 અરજદારોને કોર્ટ હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here