દિયોદર તાલુકાના લીલાધર ગામે માલિકી ની જમીન પર દબાણો થતાં જમીન નો કબ્જો ન મળતા રોષે ભરાયેલ પરિવારજનોએ ગ્રામ પંચાયત પર કબ્જો જમાવી દિધો છે જેમાં છેલ્લા પાંચ દિવસ થી ગ્રામ પંચાયત કચેરીને તાળું મારી દેતા ગ્રામ પંચાયત કચેરી નો વહીવટ અટકી ગયો છે
દિયોદર તાલુકાના લીલાધર ગામે દેવીપૂજક સમાજના લોકોની પોતાના માલિકી ની જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણો થઈ જતાં દેવીપૂજક સમાજના પરિવારજનોએ પોતાની જમીન નો કબ્જો પરત આપવા સારું લેખિત રજૂઆત કરી હતી જેમાં રજૂઆત કર્યા બાદ કોઈ નિવારણ નહિ આવતા આખરે પરિવારજનો રોષે ભરાયા હતા જેમાં લીલાધર ગામના શારદાબેન દેવીપૂજક અને મંજુબેન ઇશ્વરભાઇ દેવીપૂજક બંને પરિવાર ના સભ્યોએ પોતાની માલિકી ની જમીન પર થયેલ દબાણો દૂર કરી જમીન નો કબજો અપાવવા માટે રજૂઆત કરી હતી જેમાં રજૂઆત કર્યા બાદ પણ જમીન નો કબ્જો ના મળતા રોષે ભરાયેલ પરિવારજનો લીલાધર ગ્રામ પંચાયત કચેરી ખાતે પોહચ્યા હતા અને ગ્રામ પંચાયત કચેરી ને તાળું મારી દીધું હતું જેમાં જ્યાં સુધી જમીન નો કબ્જો નહિ મળે ત્યાં સુધી તાળું નહિ ખોલવા માટે ચીમકી આપી છે’

– માલિકીની જમીન પર વર્ષો પહેલા ગ્રામ પંચાયત કચેરી બનાવી દીધી છે
અરજદાર શારદાબેન દેવીપુજક આક્ષેપ કરતા જણાવેલ કે લીલાધર ગામે પોતાની માલિકીની જમીન આવેલ છે જેમાં જે જમીન ઉપર હાલ ગ્રામ પંચાયત કચેરી નિર્માણ થયેલ છે જેમાં જમીન પર થયેલ બાંધકામ દૂર કરવા અને જમીન નો કબ્જો પરત આપવા રજૂઆત કરી છે જેમાં કોઈ નિવારણ નહિ આવતા ગ્રામ પંચાયત ને તાળું માર્યું છે અમને અમારી માલિકીની જમીન સરકાર પરત આપે

અમોએ ટીડીઓ ને જાણ કરી છે – સરપંચ
આ બાબતે લીલાધર ના સરપંચ ગોરમભાઈ પટેલે જણાવેલ કે હું સરપંચ માં નવો આવ્યો છે ગામમાં વર્ષો પહેલા જે તે વખતે આ લોકોને ખરાબા માં પ્લોટ આપ્યા હતા અને તેમની જમીન પર ગ્રામ પંચાયત બનાવી હતી હવે આ લોકો જમીન ની માગણી કરે છે હાલ ગ્રામ પંચાયત ને તાળું માર્યું હોવાથી વહીવટી કાર્ય બંધ છે અમે તાલુકા વિકાસ અધિકારીને આ બાબત ની જાણ કરી છે
વારમ વાર રજૂઆત કરી છતાં કોઈ નિવારણ નથી આવ્યું
લીલાધર ગામે શારદાબેન દેવીપૂજક તથા મંજુબેન દેવીપૂજક ના નામે ગામમાં માલિકીની જમીન આવેલ છે જેમાં વર્ષો પહેલા આ જમીન પર ગ્રામ પંચાયત નો કબ્જો થઈ ગયેલ છે જેમાં અરજદારે જમીન માટે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ નિવારણ આવ્યું નથી
પ્રતિનિધિ : દિયોદર, જગદીશ સોની

