AHMEDABAD : અમદાવાદમાં બેફામ કારચાલકે આધેડનો જીવ લીધો, ભાગતા કારચાલકને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો

0
52
meetarticle

અમદાવાદ શહેરમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે, જેમાં બેફામ રીતે કાર ચલાવતા કાર ચાલકે આધેડને અડફેટે લીધા છે જેમાં તેમનું મોત થયું છે, પોલીસે અકસ્માત સર્જનાર શખ્સની કરી અટકાયત.અમદાવાદમાં બેફામ કારચાલકે આધેડનો જીવ લીધો હોવાની વાત સામે આવી છે, અરવિંદ મિલ સામે કારે આધેડને અડફેટે લેતા આધેડનું મોત થયું છે, કાલુપુર અમદુપુરા નરોડા રોડ પર આ અકસ્માતની ઘટના બની છે, તો કાર ચાલક ભાગીને જતો હતો તે દરમિયાન સ્થાનિકોએ ઝડપી પાડયો અને પોલીસને સોંપ્યો હતો, ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.

મૃતક રોડ ક્રોસ કરી પોતાના ઘર તરફ જતા હતા તે વખતે કાલુપુર બ્રિજ તરફથી કાર નંબર GJ 01 wL 6715ના ચાલકે પોતાની કાર પૂર ઝડપે બેદરકારી ગફલતભરી રીતે ચલાવી લાવી મરણ જનારને અડફેટે લઈ માથામાં તેમજ શરીરે ઇજાઓ પહોંચાડી હતી, તો મૃતકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.

ફરિયાદી :-
જીતેન્દ્રકુમાર છનાભાઈ પરમાર રહે 48 વ્રજ વલ્લભપુરા, અરવિંદ મીલ સામે નરોડા રોડ અમદાવાદ

ભોગ બનનાર :- ધીરજભાઈ સનાભાઇ પરમાર ઉંમર વર્ષ 60 રહે 48 વ્રજ વલ્લભપુરા અરવિંદ મીલ સામે નરોડા રોડ અમદાવાદ (ફરી. ના મોટા ભાઈ)

કાર્યવાહી :- સદરી કાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સહીતા 106, 281,125(a),125(b) MVA 177,184 મુજબ ગુનો દાખલ કરેલ છે.

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here