ભાવનગરમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. ભાવનગર માર્કેટયાર્ડની બેદરકારીને કારણે માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલી જણસી વરસાદી પાણીમાં પલળી ગઈ છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાયની વેળાએ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે અનેક ઠેકાણી વરસાદી પાણી ભરાઈ ગયાં છે. ભાવનગરમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. ભાવનગર માર્કેટયાર્ડની બેદરકારીને કારણે માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલી જણસી વરસાદી પાણીમાં પલળી ગઈ છે.

ભાવનગર માર્કેટ યાર્ડમાં વરસાદને કારણે ખેડૂતોના શાકભાજી અને જણસીને નુકસાન પહોંચ્યું છે. માર્કેટ યાર્ડની બેદરકારીને કારણે ખુલ્લામાં રાખેલું શાકભાજી અને જણસી વરસાદી પાણીમાં પલળી ગઈ છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓને મોટા નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલમાં ખેડૂતો પાતાની જણસી વેચવા માટે માર્કેટયાર્ડમાં આવી રહ્યાં છે. ત્યારે ભાવનગર યાર્ડમાં છેલ્લા 25 વર્ષથી ખુલ્લામાં શાકભાજી અને જણસીની હરાજી કરવામાં આવે છે.
ભાવનગરમાં વરસાદ ચાલુ હોય ત્યારે અનેકવાર શાકભાજીના કમિશન એજન્ટ અને ખેડૂતોને હેરાન થવાનો વારો આવે છે. વરસાદમાં જણસી બગડે છે અને તણાઈ પણ જતી હોવાથી ખેડૂતો દયનિય સ્થિતિમાં વેચાણ કરે છે. આજ દીન સુધી માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવતી હોવાથી ખેડૂતો અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો માલ બગડે તેના માટે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે.

