RAJPIPLA : સાંસદ મનસુખ વસાવાએ ફોડ્યો વધુ એક લેટર બૉમ્બ

0
55
meetarticle

નર્મદા જિલ્લાની ગુજરાત પેટર્ન તથા એફ.આર.એ ની ગેરકાયદેસર મીટિંગ બોલાવી ખોટી રીતે કામોમાં ફેરફાર કરવા બાબતે મુખ્યમંત્રીને સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખીને વધુ એક લેટર બૉમ્બ ફોડ્યો છે.જેમાંખોટી રીતે કામોમાંફેરફાર કરવા અંગે સાંસદે નારાજગી વ્યક્ત કરીછે. અનેધારાસભ્ય નાંદોદ ડો દર્શનાબેન અને ધારાસભ્ય ડેડીયાપાડા ચૈતરભાઈ વસાવાને રાજી રાખવા કલેકટરના અધ્યક્ષસ્થાને ફરીથી મીટિંગ બોલાવતા સાંસદની નારાજગી દર્શાવી છે.

પત્ર માં જણાવ્યું છે કેધારાસભ્ય નાંદોદ ડૉ. દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ડેડીયાપાડા ચૈતરભાઈ વસાવા ને રાજી રાખવા ગાંધીનગર સરકારની સૂચનાથી ફરી કલેકટના
અધ્યક્ષસ્થાને ગુજરાત પેટર્ન અને એફ.આર.એ ના કામો બાબતની મીટિંગ ૨૬/૦૯/૨૦૨૫ ના રોજ બોલાવામાં આવી હતી. નર્મદા જિલ્લાની ગુજરાત પેટર્ન તથા એફ.આર.એ ના કામો ૧૧/૦૯/૨૦૨૫ ના રોજ પ્રભારી મંત્રી નર્મદા જિલ્લાના અધ્યક્ષસ્થાને મંજૂર થયા હતા. આ કામો તાલુકા કક્ષાની સમિતિએ જિલ્લાને દરખાસ્ત કરી હતી અને તાલુકાની સમિતિમાં ધારાસભ્યો,તાલુકાના પ્રમુખો,, ગુજરાત પેટર્નના સભ્યો તથા અધિકારીઓની હાજરીમાં મળતી હોય છે અને જિલ્લાકક્ષાએ આ કામોને મંજૂર કરી બહાલી આપવામાં આવે છે. આ જિલ્લા કક્ષાની મીટિંગમાં પણ ધારાસભ્યોઉપસ્થિત હોય છે. પાંચ થી દસ ટકા કામો ફેરફાર સાથે મંજૂરી બહાલી આપી હતી.


પરંતુ આપને મારે દુઃખ સાથે જણાવવાનું કે, ધારાસભ્ય નાંદોદ ડૉ. દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ડેડીયાપાડા ચૈતરભાઈ વસાવા ને રાજી રાખવા ગાંધીનગર સરકારની સૂચનાથી ફરી કલેકટરના અધ્યક્ષસ્થાને ગુજરાત પેટર્ન અને એફ.આર.એ ના કામો બાબતની મીટિંગ ૨૬/૦૯/૨૦૨૫ ના રોજ બોલાવામાંઆવી. મીટિંગ બોલાવી તેમાં પણ મને વાંધો નથી પરંતુ ધારાસભ્ય કલેકટર કચેરીની સામે ધરણાકરવાની ધમકી આપે અને તેમના વધારાના કામો મંજુર કરાવે તેની સામે મને વાંધો છે. ધારાસભ્યોના કહ્યાપ્રમાણે તેમના કામો જો મંજૂર કરવામાં આવે તો ગુજરાત પેટર્નના સભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પ્રમુખોએ દરખાસ્ત કરેલા કામોનું શું થશે? આપો આપ તેઓના કામો ઓછા થવાના છે. બહાલીઆપેલા કામોમાં કોઈક કારણસર ૫-૧૦ ટકા ફેરફાર કરી શકાય પરંતુ તે તાલુકા કમિટી અને જિલ્લા કમિટીનેવિશ્વાસમાં લઈને અને જો કામોમાં ફેરફાર કરવો જરૂરી જણાય તો ફરીથી તાલુકા આયોજન કમિટી પાસેથી નવી દરખાસ્ત મંગાવો અને તે દરખાસ્ત જિલ્લાએ પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને બહાલી આપવી અને આમ કરવાથીચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓના કામોનો સમાવેશ થશે. આ બંને ધારાસભ્યોની મનમાનીથી જિલ્લાના તમામ તાલુકા પ્રમુખો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને ગુજરાત પેટર્નના સભ્યો સખત નારાજ છે જે ધ્યાને લાવવાની મારી ફરજ હોવાનું જણાવી ભાજપા ના જ ધારાસભ્ય સામે વાંધો ઉઠાવતા ભાજપા છાવણી માંહડ કંપ મચી ગયો છે.

REPORTER : :દીપક જગતાપ, રાજપીપળા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here