રશિયાએ રવિવારે યુક્રેન પર ડ્રોન અને મિસાઈલો વડે મોટો હવાઈ હુમલો કર્યો છે, જેમાં રાજધાની કીવને નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

રશિયાએ યુક્રેન પર 595 ડ્રોન, 48 મિસાઈલો ઝિંકી, અનેક બિલ્ડિંગોને નુકસાન, પોલેન્ડ એલર્ટ

શહેરના અનેક સ્થળોએ હુમલા
કીવ શહેર પ્રશાસનના વડા તૈમૂર તકાચેન્કોએ જાનહાનિની પુષ્ટિ કરી કહ્યું કે, ‘રશિયન સેનાએ રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરીને હુમલા કરી રહ્યું છે. તાજેતરના હુમલામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોના 12 વર્ષની બાળકી પણ સામેલ છે.’
રશિયાએ યુક્રેન પર 595 ડ્રોન, 48 મિસાઈલો ઝિંકી, અનેક બિલ્ડિંગોને નુકસાન, પોલેન્ડ એલર્ટ
કીવના મેયર વિટાલી ફ્લિટ્સ્કોએ કહ્યું કે, ‘આખી રાત હુમલા થયા છે, જેમાં રહેણાંક બિલ્ડિંગો, સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સુવિધા અને કિંડરગાર્ટનને ટાર્ગેટ કરાયા છે. અમને 20થી વધુ સ્થળોએ નુકસાન થયા હોવાની માહિતી મળી છે.’

