સાબરકાંઠા જિલ્લામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં માર્કેટ યાર્ડ,તલોદ ખાતે નિ:શુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ નિ:શુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૫૮૨ જેટલા લોકોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં તજજ્ઞ તબીબશ્રીઓ દ્વારા હ્રદયરોગ,કેન્સર,કિડની, ટી.બી.,ડાયાબિટીસ,બી.પી,સ્ત્રી રોગ,આંખ-કાન-નાક-ગાળાના રોગોની તપાસ અને સારવાર કરી તેમજ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ નગરપાલિકા પ્રમુખશ્રી,તલોદ માર્કેટયાર્ડના ચેરમેનશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.વિનોદ મુંગડ,સરપંચશ્રી, વિવિધ અગ્રણીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : ઉમંગ રાવલ સાબરકાંઠા

