સમસ્ત કોલડા ગામ દ્વારા સાતમા નોરતે પ્રાચીન પરંપરા જાળવી રાખીને 1947 થી સમસ્ત કોલડા ગામ
દ્વારા માં ભગવતી ની મહા આરતી કરીને દેશી પહેરવાસ પહેરીને દાંડિયા લઈ તબલા મંજીરાના તાલે રાસ ની રમઝટ બોલાવવામાં આવી હતી…..

આ પરંપરા પણ ચોથી પેઢીએ યુવાનો અને બહેનો દ્વારા જૂની પરંપરા જાળવી રાખવામાં આવી હતી….
કોલડા ગામના રામજી મંદિરના ગરબી ચોકમાં ભાઈઓ તેમજ બહેનો દ્વારા અલગ અલગ પ્રકારના રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું…..
દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી…..
અહેવાલ : પ્રકાશ વઘાસિયા કુકાવાવ….

