BUSINESS : ડોલર સામે રૂપિયો 88.81ના નવા તળિયે પટકાયો

0
63
meetarticle

 હંૂડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ઈન્ટ્રા-ડે ઝડપી વધી ઉંચામાં  રૂ.૮૮.૮૧ની નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા હતા.  શેરબજારમાં  સતત પીછેહટ તથા ડોલરમાં આઉટફલો વધતાં રૂપિયો દબાણ હેઠળ જોવા મળ્યો હતો.  અમેરિકાએ ફાર્મા પછી હવે મુવીઝ તથા ફર્નીચર પણ ટેરીફ લાદયાના સમાચારની  પણ કરન્સી બજારમાં રૂપિયા પર અસર દેખાઈ હતી. ડોલરના ભાવ રૂ.૮૮.૭૭ વાળા આજે સવારે રૂ.૮૮.૬૯ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૮.૮૧ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૮.૭૮ રહ્યા હતા. 

દરમિયાન, ભારતમાં વેરાકિય ખાધ વધ્યાના સમાચાર પણ આવ્યા હતા. હવે રિઝર્વ બેન્ક દ્વારા બુધવારે (આજે) બહાર પડનારી ધિરાણ નીતિ પર બજારની નજર રહી હતી. જો કે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી નીચા ઉતર્યાના સમાચાર તથા મુંબઈ બજારમાં ડોલરમાં ઉંચા મથાળે વિવિધ સરકારી બેન્કોની વેચવાલીના પગલે રૂપિયામાં ઘટાડો આજે તેટલા પ્રમાણમાં મર્યાદિત રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.દરમિયાન, ભારતમાં એપ્રિલથી ઓગસ્ટમાં સરકારી ખર્ચાઓ વધતાં તથા તેની સામે મહેસૂલી આવકમાં વૃદ્ધી ધીમી રહેતાં દેશની વેરાકિય ખાધ ફિસ્કલ ડેફીસીટ વધી ગયાના નિર્દેશો મળ્યા હતા. આના પગલે હવે સરકાર દ્વારા બોરોઈંગ વધવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.  રૂપિયામાં છેલ્લાં પાંચ મહિનાથી  એકધારી પીછેહટ  દેખાઈ છે. ભારતમાં ચોમાસાની વિદાય વિલંબમાં પડી છે તથા ચોમાસું ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાન પણ આગળ વધશે એવાં સંકેતો મળતાં કૃષી ક્ષેત્ર ખાતેની અસર દેખાશે એવી ગણતરી બજારમાં ચર્ચાઈ રહી હતી. 

વિશ્વ બજારમાં જો કે આજે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૦.૧૦ ટકાની પીછેહટ બતાવી રહ્યો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૦૪ થય પછી નીચામાં ૯૭.૬૭ થઈ ૯૭.૮૧ રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં સરકારી ખર્ચાઓ માટે ભંડોળ મંજૂર કરવાની ડેડલાઈન આવી જતાં શટ ડાઉનની સ્થિતિનો ઉકેલ લાવવા છેલ્લી ઘડીના થઈ રત્લા પ્રયત્નો પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી હતી.

દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૬ પૈસા વધ્યા હતા.  પાઉન્ડના ભાવ ઉંચામાં  રૂ.૧૧૯.૪૫  થઈ છેલ્લે રૂ.૧૧૯.૩૮ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૩૧ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૪.૪૧ થઈ છેલ્લે રૂ.૧૦૪.૩૨ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૫૭ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૯ ટકા પ્લસમાં રહી હતી.

વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ આ મહિને આશરે ૧૦ ટકા તૂટતાં ૨૦૧૭ પછીનો સૌથી મોટો ઘટાડો ડોલરના ગ્લોબલ ઈન્ડેક્સમાં જોવા મળ્યો હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.  ઈઝરાયલ તથા ગાઝા વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા વધતાં તથા ઓપેક દ્વારા ઉત્પાદન વૃદ્ધીની શક્યતા ઉપરકાંત રશિયાના ક્રૂડતેલની સપ્લાય વૈશ્વિક સ્તરે જળવાઈ રહેતાં વિશ્વ બજારમં આજે ક્રૂડતેલના ભાવમાં ઝડપી પીછેહટ દેખાઈ હતી..

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here