દેશી ઢોલના ગજબના તાલ સાથે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ શેરીના લોકો પૌરાણિક ગરબાની મજા માણતા જોવા મળે છે. કોઠી રોડ, વાલ્મિકીવાસ ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે દર વર્ષે નવરાત્રીના પવિત્ર પર્વમાં દેશી ઢોલના થાપ સાથે ફળીયામાં રહેતા ગાયકોએ પોતાના કંઠેથી સુમધુર અને પૌરાણિક ગરબા ગાઈને માતા જગદંબાની આરાધના કરવામાં આવે છે.

આ ગરબાઓમાં એવી વિશેષતા છે કે આજેની પેઢી જે ગરબા ભૂલી ગઈ છે તે અહીં ફરી જીવંત થઈ ઊઠે છે. સંગીતના સ્વરમાં ભક્તિનો સંદેશ અને પરંપરાની સુગંધ અનુભવી શકાય છે. ફળીયાના યુવક-યુવતીઓ, વડીલો અને નાનાં-મોટાં બાળકો સૌ મન મૂકીને નવરાત્રીના નવ દિવસ સુધી અંબા મા ની ભક્તિમાં લીન થઈ જાય છે.આવો શેરી ગરબાનો આનંદ માત્ર સંગીત કે નૃત્ય પૂરતો જ નથી રહેતો, પરંતુ સમાજમાં એકતા, ભક્તિ અને પરંપરાની જોડાણની અનુભૂતિ પણ કરાવે છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

