વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસની ઉજવણી અને સ્વચ્છતા હિ સેવા – ૨૦૨૫ કેમ્પેઇન અંતર્ગત પોરબંદર એસ.ટી.ડેપો ખાતે આજ રોજ તા.૦૧-૧૦-૨૦૨૫ના રોજ મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામા આવ્યુ હતુ.

જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ અને ભાવસિંહજી જનરલ અને મહારાણી રૂપાળી લેડી હોસ્પિટલ પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે પોરબંદર એસ.ટી. ડેપો ખાતે એસ. ટી ના કર્મચારી માટે આરોગ્ય લક્ષી મેડીકલ ચેકપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
એસ. ટી કર્મચારી ઓ ના યોજાયેલા આ મેડિકલ કેમ્પ માં
ડો. જયેશ રાણાવાયા ચિકિત્સક નિષ્ણાંત, ડો.યશ દેસાઈ આંખ રોગ ના નિષ્ણાંત, ડો. જીગર ચાવડા હાડકા ના નિષ્ણાંત,ડો. રાકેશ કોટેચા સર્જનં નિષ્ણાંત, ડો.મહેશ ગજીયા નાક,કાન,ગળા ના નિષ્ણાંત ડો. નૈસર્ગી તન્ના ચામડી ના રોગો ના નિષ્ણાંત,ડો. પરાગ મજીઠીયા દાંત ના રોગ ના નિષ્ણાંત, ડો. પુજા આશવાની માનસિક રોગો ના નિષ્ણાંત તથા ફાર્માસિસ્ટ સહિત ના મેડિકલ સ્ટાફ દ્વારા પોરબંદર બસ સ્ટેશન ખાતે ઉપસ્થીત રહી પોરબંદર ડેપો ના કર્મચારીઓની તબીબી ચકાસણી કરી જરૂરિયાત મુજબનું માર્ગદર્શન તથા દવાઓ પણ કેમ્પના સ્થળે થી જ આપવા માં આવેલ હતી.
આ તકે પોરબંદર એસ.ટી ડેપો મેનેજર પી.બી મકવાણા ના જણાવ્યા અનુસાર એસ.ટી. નિગમ ના ડ્રાઇવર કંડક્ટરો કોઇપણ પ્રકારની વિકટ પરિસ્થિતિ માં પણ અવિરત પણે પોતાની ફરજો બજાવતા હોય છે ત્યારે એસ. ટી. નિગમ દ્વારા આ કર્મચારીઓ ના આરોગ્ય ની પણ સંભાળ લેવા માં આવે છે અને નિયમિત રીતે પોરબંદર બસ સ્ટેશન ખાતે આવા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.
આ મેડિકલ કેમ્પમાં પોરબંદર ડેપો ના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના આરોગ્ય વિશે ચેકપ અને માર્ગદર્શન તેમજ જરૂરી દવાઓ મેળવેલ હતી અને આ તકે ઉપસ્થિત તમામ ડોક્ટરશ્રીઓ તથા મેડિકલ સ્ટાફ નો પોરબંદર એસ.ટી. ના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ

