ડભોઈ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે, 2જી ઓક્ટોબરે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઇના ટાવર વિસ્તાર પાસે સ્થિત ગાંધીબાપુની પ્રતિમાને ફૂલહાર કરીને કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ રાષ્ટ્રપિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગાંધીજીના સત્ય, અહિંસા અને સાદગીના સિદ્ધાંતોને યાદ કર્યા હતા અને દેશના વિકાસમાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું.
મુખ્ય અગ્રણીઓની ઉપસ્થિતિ ડભોઇ શહેર અને તાલુકા કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ અને પાયાના કાર્યકરોની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી,

જેમાં મુખ્યત્વે તાલુકા કોંગ્રેસ પ્રમુખ: શ્રી સુધીરભાઈ બારોટ શહેર કોંગ્રેસ પ્રમુખ: શ્રી સતિષભાઈ રાવળ આ ઉપરાંત, અગ્રણી નેતાઓ જેવા કે અજય રાઠવા, સુભાષ ભોજવાની નૂર મહંમદ મહુડા વાળા ઐયુબભાઈ મન્સૂરી, મુસ્તુફા ભાઈ ખલીફા સહિત મોટી સંખ્યામાં ડભોઇ શહેર અને તાલુકાના કોંગ્રેસી કાર્યકર્તાઓ કાર્યક્રમની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા…
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

