ડભોઇ શહેરમાં આજે એક અત્યંત દુર્લભ અને આકર્ષક ઘટના સામે આવી છે, જ્યારે શિવ શક્તિ સોસાયટી વિસ્તારમાં શનિદેવ મંદિરની નજીક એક પીળા રંગનો કાચબો મળી આવતાં લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય ફેલાયું હતું. સામાન્ય રીતે લીલાશ પડતા કે ભૂખરા રંગના કાચબા જોવા મળતા હોય છે, ત્યારે આ પીળા રંગના કાચબાનું દેખાવું એક લોકોમાં કુતુહલ સર્જાયું હતું

આ કાચબો મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પરના જંગલ કે નજીકના વિસ્તારમાંથી સોસાયટી તરફ આવી ચઢ્યો હોવાનું માનવામાં આવે છે.લોક ટોળા જામ્યા, લોકોમાં ચર્ચાનો વિષય જેવો આ પીળા રંગના કાચબાના મળી આવવાના વાત ફેલાયા, તરત જ શિવ શક્તિ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં લોક ટોળાં ઉમટી પડ્યા હતા. ઘણા લોકો તેને જોઇને વિસ્મય પામ્યા હતા, કેમ કે આવો કાચબો ભાગ્યે જ જોવા મળતો હોય છે. લોકોમાં આ દુર્લભ કાચબાને જોવાની ઉત્સુકતા જોવા મળી હતી.વન વિભાગને જાણ કરાઈ, તાંત્રિક વિધિની આશંકા
સોસાયટીના જાગૃત અને સમજદાર રહીશો દ્વારા તરત જ આ દુર્લભ જીવને કોઈ નુકસાન ન થાય તે માટે તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગ ને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ હવે આ કાચબાનો કબજો લઈને તેના સંરક્ષણ અને કુદરતી નિવાસસ્થાનમાં પરત મૂકવાની કાર્યવાહી કરશે.
સોસાયટીના કેટલાક રહીશોનું માનવું હતું કે આવા દુર્લભ જીવો ઘણીવાર તાંત્રિક વિધિઓ માટે ઉપયોગમાં લેવાતા હોય છે, જેના કારણે તાંત્રિકો પણ આવા કાચબા પાછળ પડ્યા હોય છે. જોકે, સ્થાનિક લોકોની તત્પરતાને કારણે આ કાચબો સુરક્ષિત રહ્યો છે.

આ દુર્લભ પીળા કાચબાનું મળી આવવું એ ડભોઇના પર્યાવરણ અને જૈવવિવિધતા માટે એક રસપ્રદ અને નોંધપાત્ર ઘટના છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

