રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૬મી જન્મજયંતિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલના હસ્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કાર્યકરોએ ગાંધીજીના જીવન, તેમના આદર્શો, અને દેશ માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

વક્તાઓએ ગાંધીજીના સત્ય, અહિંસા, અને સાદગીના સિદ્ધાંતોનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉજવણીમાં ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પટેલ ઈમ્તિયાજ, શકીલ રાજ, મકબુલ વકીલ, જાવેદ પટેલ, ઈનાયત મન્સૂરી, હર્ષદ પટેલ, ઠાકોર ભાઈ તલાટી, મકસુદભાઈ પહાજ, મોહન પરમાર, રોહિત વસાવા, અજરુદ્દીન ભાઈ રાજ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ કાર્યકરોએ મહાત્મા ગાંધીજીના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને સમાજ અને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવાનો અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ગાંધીજીના વિચારોને જન-જન સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ પક્ષની કટિબદ્ધતાને પણ દોહરાવવામાં આવી હતી.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

