BHUJ : હવે લાહોર નહીં, કરાચી…’, વિજયા દશમીએ ભુજની ધરાથી રાજનાથની પાકિસ્તાનને ચેતવણી

0
40
meetarticle

રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિજયા દશમીના દિવસે ભુજમાં સૈનિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈપણ પ્રકારની હરકત કરવામાં આવશે, તો તેનો સખત જવાબ આપવામાં આવશે.

ભુજમાં સૈનિકો સાથે ભોજન

રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આજનો દિવસ ‘બુરાઈ પર અચ્છાઈ’, ‘અધર્મ પર ધર્મ’, અને ‘અસત્ય પર સત્ય’ની જીતનો પ્રતીક છે. તેમણે કહ્યું કે થોડા સમય પહેલાં પણ હું ભુજ આવ્યો હતો, પણ ત્યારે સૈનિકો સાથે ભોજન નહોતું થઈ શક્યું. મેં ત્યારે વચન આપ્યું હતું કે હું જલદી પાછો આવીશ અને સાથે ભોજન કરીશ. આજે તે શક્ય બન્યું છે.

સૈનિકોની બહાદુરીના કર્યા વખાણ

રાજનાથ સિંહે કચ્છના બોર્ડર પર તૈનાત સૈનિકોની બહાદુરીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ ધરતીની રેતીમાં વીરતા છે. અહીંના લોકો કઠિન પરિસ્થિતિઓમાં પણ ખુશીથી જીવે છે. 2001ના ભૂકંપ પછી ભુજના લોકો અને આપણા સૈનિકોએ તેને ફરીથી ફોનિક્સ પક્ષીની જેમ ઊભું કર્યું છે. અહીં લાંબી સમુદ્રી સીમા છે, જે આપણને અહીં સક્રિય રહેવાનું શીખવે છે.

રાજનાથ સિંહે જણાવ્યું કે ‘બડા ખાના’ (સૈનિકો સાથે બેસીને ભોજન) કોઈપણ ભેદભાવને દૂર કરે છે અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ યાદ અપાવે છે. તેમણે સૈનિકોને ખાતરી આપી કે સરકાર તેમની જરૂરિયાતો પૂરી કરવામાં ક્યારેય પાછળ નહીં રહે અને સૈનિકોના કલ્યાણ સાથે કોઈ સમાધાન નહીં થાય.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here