આજ રોજ વાગરા ખાતે આમ આદમી પાર્ટી ના કાર્યાલય ઉપર યાકુબ ગુરજી ના નેતૃત્વમાં કોંગ્રેસ ના ઉપપ્રમુખ સહિત ૧૧ જેટલા વાગરા વાંટા વિસ્તારના આગેવાનો આમ આદમી પાર્ટી માં જોડાયા.

આ પ્રસંગે તમામ સાથીઓને આવકારતા યાકુબ ગુરજી એ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ની કામની રાજનિતી થી પ્રેરાઈ ને કોંગ્રેસ અને ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે વાગરા તાલુકાના મુલેર , વેગણી, લખીગામ જાગેશ્વર,અલાદર, ભેરસમ, સાયખા,વહિયાલ જેવા ગામોથી લોકો જોડાયા છે અઠવાડિયા પહેલાં કોંગ્રેસ ના ઉપપ્રમુખ ઉસ્માન પટેલ આમ આદમી પાર્ટી માં એમના સમર્થકો સાથે જોડાયા હતા ત્યારે આજે ગાંધી જયંતિ અને દશેરા ના તહેવાર નિમિત્તે ફરી વાગરાના રાજકારણમાં હલચલ જોવા મળી જેમાં આપ દ્વારા કોંગ્રેસ ને વધુ એક ઝટકો આપવામાં આવ્યો. પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે જોડાયેલ વાંટા વિસ્તારના અસ્લમ રાજ સાથે ૧૧ જેટલા આગેવાનો એ આમ આદમી પાર્ટી નું ઝાડુ પકડ્યું.

અસ્લમ રાજ દ્રારા જણાવાયું હતું કે હું આજ રોજ આમ આદમી પાર્ટી માં કામ ની રાજનીતિ થી પ્રેરાઈ આમ આદમી પાર્ટી માં જોડાયા છે.
કોંગ્રેસ ના સંગઠનમાં હું તાલુકા ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવતો હતો પરંતુ કોંગ્રેસ ના કહેવાતા મોટા નેતાએ તાલુકા સંગઠનને બે ભાગ પાડી દિધા , આજે એ કહેવાતા નેતાની સ્થિતિ એવી છે કે કોંગ્રેસના જ લોકોને કોંગ્રેસ ખેસ પહેરાવી આપ માંથી જોડ્યા એવું નાટક કરવું પડે છે ત્યારે આવી હલકી કક્ષાની રાજનીતિ થી દુઃખી થયા અમે આમ આદમી પાર્ટી માં લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી ના નેતૃત્વમાં જોડાયા છે
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

