GUJARAT : અંકલેશ્વર ST ડેપોમાં ગાંધી જયંતિએ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન: સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું

0
68
meetarticle

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ એટલે કે ‘સ્વચ્છ ભારત દિવસ’ નિમિત્તે અંકલેશ્વર એસટી ડેપો ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ અને સફાઈ કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.


તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, ભરૂચ એસ.ટી. વિભાગીય નિયામક આર.પી. શ્રીમાળી સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. મહાનુભાવોએ ડેપોમાં સાફ-સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું.
ત્યારબાદ યોજાયેલા સન્માન સમારોહમાં ડેપોની સ્વચ્છતા જાળવતા સફાઈ કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપો મેનેજર જગદીશ ગાવિત અને અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here