વીરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઉમરાળી ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ હતી જે ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢયો છે. પોલીસે બે સગા ભાઈઓને ઝડપી પાડયા છે. અને તપાસમાં સામે આવ્યું કે નાસિકમાં ત્રણ મંદિર ચોરીમાં પકડાઈ ચુક્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વીરપુરના ઉમરાળી ગામની સીમમાં ગાળાવાળી ખોડીયાર માતાજી મંદિરે બે દાનપેટીઓ તોડી કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરિયાદ વીરપુર પોલીસ મથકમાં નોંધાઇ હતી.
આ ચોરીના ગુનાની ગંભીરતા ધ્યાને લઈ રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જર નાઓ દ્વારા મિલ્કત સંબંધી અનડીટેક ગુના શોધી કાઢવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એફ.એ.પારગી તથા પો. સબ ઇન્સ.એચ.સી.ગોહીલ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી કોમ્બીગ નાઇટ રાઉડમાં પો. સબ ઇન્સ. આર.વી.ભીમાણી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં તે દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, પો.કોન્સ. મીરલભાઈ ચંદ્રવાડીયા નાઓને સંયુક્ત બાતમી હકિકત આધારે કે ખોડિયાર માતાજીના મંદિરમાંથી ચોરી કરનાર આરોપી (૧)આકાશ હરેશભાઇ ઉનડકટ (રહે. દ્રારકેશ એપાર્ટમેન્ટ, સ્વામીનારાયણ મંદીર પાસે, ઉપલેટા) (૨)તેજશભાઇ હરેશભાઇ ઉનડકટ (રહે. વસોયા ખોડીયાર મંદીર પાસે, ઉપલેટા) બંને સગા ભાઈઓને પાસેથી રોકડ રૂપિયા ૩૪.૦૦૦ તથા હોન્ડા સાઈન મો.સા કિ.રૂ. ૪૦.૦૦૦ તથા બે મોબાઈલ ફોન ૨૦.૦૦૦ મળી કુલ રૂપિયા ૬૩.૪૦૦ સાથે વીરપુર નેશનલ હાઇવે બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લીધા હતા અને વીરપુર પોલીસના હવાલે કર્યા હતા.
વધુમાં ઝડપાયેલા આરોપીઓ બંને સગા ભાઈઓ છે અને દિવસે રેકી કરી મંદિરોને ટાર્ગેટ કરી રાત્રીના સમયે ચોરી કરવાની ટેવવાળા છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

