AHMEDABAD : નારોલમાંથી કતલ કરવા લાવેલા પશુને બચાવ્યા

0
53
meetarticle

નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે અલીફનગર તરફ જવાના રોડ ઉપર અલ્કુતુબ રો-હાઉસ પાસે એક મકાનના વાડામાં દરોડા પાડતાં ત્યાં એક ટ્રકમાં બે પાડી સહિત ચાર પશુ ટૂકા દોરડાથી બાંધેલી હાલતમાં મળ્યા હતા, આ પશુઓેને કતલ કરવાના ઇરાદે લાવ્યા હતા. પોલીસે તપાસ કરતાં પશુઓને ખાવા માટે ઘાસચારો કે પાવાની પાણીની સગવડ પણ રાખી ન હતી. અચાનક દરોડા પાડતા પોલીસને થાપ આપીને ડ્રાઇવર તથા વાડાના માલિક ભાગી ગયા હતા.  આ બનાવ અંગે નારોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રકમાં ટૂંકા દોરડાથી ક્રૂરતા પૂર્વક પશુઓને  ઘાસચારો તથા પાવાની પાણીની સગવડ ન હતી, નારોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો.ભરતભાઇએ નારોલ પોલીસ સ્ટેશનમાં વટવા ખાતે માલીવાડ પાસે અકબરી બાગમાં રહેતા યુવક તથા નારોલમાં અલકુતુબ રો-હાઉસમાં રહેતા શખ્સ અને ગાડીના ડ્રાઇવર તથા અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓને માહીતી મળી હતી કે ગેરકાયદે કતલ કરવા માટે પુશોઓને લાવ્યા હતા. જેના આધારે પોલીસે અલીફનગર જવાના રોડ ઉપર શખ્સના ઘર પાસે એક વાહનમાં પશુઆ ભરેલા છે.

જેને લઇને પોલીસે મધરાતે દરોડા પાડતાં પોલીસેને જોઇને ડ્રાઇવર તથા વાડાના માલિક ભાગી ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી ક્રૂરતા પૂર્વક ટૂંકા દોરડાથી બાંધેલા બે પાડી અને પાડા સહિત ચાર પશુને કતલ થતાં પહેલા બચાવી લીધા હતા અને ચાર આરોપી સામે ગુનો નોંધીને પશુઓ ક્યાંથી લાવ્યા હતા અને કેટલા સમયથી આ ધંધો કરી રહ્યા છે તે સહિતની તપાસ શરુ કરી  છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here