લીંબડીના મોટાવાસ વાડી વિસ્તારમાં રહેતાં નીતીનભાઈ ભરતભાઈ પીઠવાની લીંબડી-ભલગામડા ગેઈટ પાસે દુકાન આવેલી છે. તેમના પિતાએ ૩૦ વર્ષથી ભાડેથી રાખેલી દુકાન તેઓ અને તેમના ભાઇ છેલ્લાં ૧૫ વર્ષથી સભાળે છે.

છ માહિનાથી પરેશ મનુભાઈ ડાભી (રહે. લીંબડી) નીતીન ભાઇની દૂકાને બે-ત્રણ વાર આવીને કહ્યું કે આ દુકાન તેમને મુળ માલિક પાસેથી વેચાણથી રાખી છે. તો દુકાન ખાલી કરી આપો હું તમને પાંચ લાખ રૂપિયા આપી દઉં. જોકે નીતીનભાઇએ દુકાન ખાલી કરવાની ના પાડી મુળ માલિકને દુકાનનું ભાડું ચુકવે છે માટે દુકાન ખાલી નહી કરે. તેમ કહેતાં જ પરેશભાઇ ઉશ્કેરાઈને બંને ભાઈઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન ખાલી નહીં કરો તો દુકાન પાડી દઈશું તેવી ધમકીઓ આપીને જતો રહ્યા હતા. ત્યાર બાદ તેણે કોઈ પણ સમયે જેસીબીની મદદથી દુકાનની બંને સાઈડની દિવાલ પાડીને અંદાજે રૂપિયા બે લાખનું નુકસાન પહોંચાડયું હતું. બનાવ અંગે નીતીનભાઇએ ફરિયાદ નોંધાવતા લીંબડી પોલીસે આ બનાવ અંગેનો પરેશ ડાભી વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

