NATIONAL : દાર્જિલિંગમાં મોટી દુર્ઘટના, ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 6ના મોત

0
68
meetarticle

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દાર્જિલિંગના દુધિયા વિસ્તારમાં બાલાસોન નદી પર આવેલો લોખંડનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે, જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં અન્ય અનેક લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને પગલે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ધરાશાયી થયેલો આ બ્રિજ સિલીગુડી અને મીરિક ને જોડતો એક મુખ્ય માર્ગ હતો. બ્રિજ તૂટી પડવાને કારણે આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ સિક્કિમ થઈને જતો નેશનલ હાઈવે નંબર 717E પર પણ ભારે ભૂસ્ખલન થવાને કારણે ચક્કાજામ સર્જાયો છે. આ મુખ્ય માર્ગ બંધ થતાં મુસાફરી માટેનો વૈકલ્પિક રસ્તો પણ ઠપ થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે.

પેડોંગ અને રિષિખોલા વચ્ચે પણ ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે રસ્તાઓ પર કાટમાળ ધસી આવ્યો છે. તંત્રએ આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે અને સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કલિમપોંગ વિસ્તારમાં પણ સ્થિતિ અત્યંત નાજુક હોવાની માહિતી મળી રહી છે. હાલ તંત્ર યુદ્ધના ધોરણે રસ્તાઓ ખોલવા અને બચાવ કામગીરી પૂરી પાડવાના પ્રયાસો કરી રહ્યું છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here