RAJPIPLA : ડેડીયાપાડા વિસ્તારમાંથી ગેરકાયદેસર જીલેટીન સ્ટીક તથા ઈલેક્ટ્રીક ડિટોનેટરની વિસ્ફોટક સામગ્રી ઝડપાઇ

0
61
meetarticle

નર્મદાના ડેડીયાપાડા વિસ્તારમાંથી ગેરકાયદેસર જીલેટીન સ્ટીક તથા ઈલેક્ટ્રીક ડિટોનેટરની વિસ્ફોટક સામગ્રી ઝડપાઇ છે.એસઓજી નર્મદા પોલીસે મોટર સાયકલ સહીત કુલ કિ.રૂ.૧,૨૦,૨૯૦/-ના મુદ્દામાલ ને કબજે કર્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીમતી વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક નર્મદાએ નર્મદા જીલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે એક્ષપ્લોઝીવ રાખવા તથા ઉપયોગ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી.શાખા નર્મદાએ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ધ્વારા મળેલ બાતમી આધારે ઘાંટોલી ગામે ગોઠવેલ નાંકાબંધી,વાહન ચેકીંગ દરમિયાન ત્રણ મોટર સાયકલ ચાલકો પોલીસની વાહન ચેકીંગ જોઈ સ્થળ ઉપર મોટર સાયકલ મુકી નાસી ગયેલ.જે પૈકી એક મોટર સાયકલ ચાલક ચંન્દ્રસિંગ મારૂજીભાઇ વસાવા રહે.ઘાંટોલી નો ઓળખાયેલ. ત્યાર બાદ મોટર સાયકલો ચેક કરતા હોન્ડા ડીઓ ગાડી નં. જીજે ૨૨ આર ૬૩૧૭ ની આગળની ભાગે મુકેલ એક કાપડની થેલીમાંથી વિસ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક નંગ-૦૨ તથા ઈલેકટ્રીક ડીટોનેટર નંગ-૦૨ તથા ઇલેક્ટ્રીક્ટ વાયર ૩૦ મીટર નો મળી આવેલ. 3 મોટર સાઇકલ જે તમામ મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧,૨૦,૨૯૦/-ના મુદ્દામાલ ને કબજે કરી ત્રણે નાસી ગયેલ મોટર સાયકલ ચાલક ઇસમોને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એક્સ્પ્લોઝીવ એક્ટ મુજબનો ગુનો દાખલ કરીકાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

REPORTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here