ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી ભૃગૂપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાજીનો દસમો પાટોત્સવ ગતરોજ ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.
પાટોત્સવ નિમિત્તે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે ૭:૩૦ કલાકે આરતી બાદ કેક કાપવામાં આવી હતી. બપોરે ૩:૦૦ કલાકે માતાજીનો હવન શરૂ થયો હતો, જેમાં સાંજે ૫:૦૦ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું.

ત્યારબાદ સાંજે ૫:૩૦ કલાકે મહાઆરતી અને સાંજે ૬:૦૦ કલાકે મહાપ્રસાદી યોજાઈ હતી. આ રૂડા અવસરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને માતાજીનું પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.

